આસુરી શકિત પર દૈવી શકિતના અધર્મ પર ધર્મના વિજયના પર્વ એવા વિજયાદશમીનદા પર્વની સૌરાષ્ટ્રભરમાં ભારે ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
રાજકોટમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા શહેરના રેસકોર્ષ મેદાન ખાતે ગુજરાતના સૌથી મહાકાય 60 ફૂટની ઉંચાઈના રાવણ તથા 30-30 ફૂટની ઉંચાઈના કુંભકર્ણ અને મેઘનાદના મુતળાનું દહન કરવામાં આવ્યું હતુ. પ્રથમ વખત લેશર શો પણ યોજાયો હતો.
રાક્ષસ દહનના કાર્યક્રમને નિહાળવા માટે હજારોની સંખ્યામાં શહેરીજનો ઉમટી પડયા હતા. વિહીપ દ્વારા છેલ્લા સાડા ત્રણ દાયકાથી પણ વધુ સમયથી દશેરાના દિવસે રાવણ દહન કરવામા આવે છે. આ વખતે કાર્યક્રમને રાક્ષસ દહન નામ અપાયું હતુ.