કાશ્મીરમાં હિન્દુઓની હત્યા લોકોમાં ભભૂકતો રોષ
જમ્મુ કાશ્મીરમાં ધારા 370 હટાવ્યા બાદ હવે અફઘાનીસ્તાનમાં તાલીબાન શાસનને કારણે આંતકી ઘટનાઓ વધવા માંડી છે. હાલ બે દિવસ પહેલા હિન્દુ 2 મહિલાઓની નિર્દય રીતે હત્યા કરવામાં આવેલ જેના વિરોધમાં દેશભરમાંથી આતંકવાદ વિરોધમાં જવાલા ઉઠવા પામેલ છે.દેશભરમાં વિશ્ર્વહિન્દુ પરિષદ તેમજ બજરંગદળ દ્વારા આતંકી પૂતળાદહન કરી સખત વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે.
વિસાવદર તાલુકા વિશ્ર્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળ દ્વારા આતંકવાદીના પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવેલ ને શખ્ત શબ્દોમાં હિન કાર્યોને વખોડવામાં આવેલ છે. આતંકવાદી વિરોધના નારા સાથે સરદાર ચોકમાં આતંકવાદી પુતળાનું દહન કરવામાં આવેલ.
વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લાના પ્રમુખ હરેશભાઈ સાવલીયા, તાલુકા પ્રમુખ દિવ્યેશ વિકમા, બજરંગદળના તાલુકા પ્રમુખ કુણાલ વિકમા, શહેર પ્રમુખ અક્ષય રિબડીયા, પ્રતિક જોષી, મનીષ રાઠોડ, અભાવિકમાં નકુંજ બાબરીયા, યુવરાજ પાલા, નીખીલ લીંબાણી તેમજ બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.