મેક્સીકો, ઇન્ડોનેશીયા, ફિલીપાઇન્સ તથા ભારત અનેક શહેરોમાં નિકાસ કરી વિવિધ વસ્તુઓના આદાન-પ્રદાનથી ધમધમતી બજારથી અસંખ્ય પરિવારોને મળતી રોજી
સોમનાથમાં દરિયાઇ સમૃધ્ધિ જેવી કે શંખ, છીપલા, ગોમતી ચક્ર વગેરે માત્ર સૌરાષ્ટ્ર, ગુજરાત કે ભારતમાં જ નહીં પરંતુ અનેક દેશોમાં નિકાસ કરવામાં આવે છે. જેવી અને તેના હિસાબે નાના-મોટા વેપારીઓ ઉપરાંત સામાન્ય વ્યક્તિઓની રોજીરોટી મળી રહે છે.
સૌરાષ્ટ્રભર તથા દેશ-વિશ્ર્વના બજારોમાં આવી જરૂરીયાતો પહોંચાડવા આંન્ધ્રના રાજુ લંકેએ છેલ્લા ચાર વરસથી અનોખું સાહસ કર્યું છે કે અહીંના શંખ, છીપ, ગોમતીચક્ર, દેશના વિશ્ર્વના અન્ય ભાગોમાં પહોંચાડે છે જ્યારે અહીં અને સૌરાષ્ટ્ર તીર્થોના વેપારીઓની જરૂરીયાત દેશ-વિશ્ર્વના જે તે પ્રદેશની વિશેષતાઓ અહીંના વેપારીઓને પુરી પાડે છે.
દરીયાઇ શંખોને સાફ કરવા વિશેષ મશીન ઉપકરણો ખાસ વસાવેલ છે અને શંખ વાગી શકે તે માટે શંખ છેડે ખાસ છીદ્ર પણ પાડવા જ પડે છે જે તેઓ કુશળતાથી કરી જરૂરીયાતો સંતોષે છે. તેઓ મેક્સીકો, ઇન્ડોનેશિયા, ફીલીપાઇન્સ, ભારતમાં દ્વારકા, રામેશ્ર્વર, ક્ધયાકુમારી, કાકીનાડા, ત્રિવેન્દ્રમ, કોલકતા, તળાજા વિગેરે સ્થળોએથી ગદા શંખ, લક્ષ્મી કોડી, સફેદ કોડી, શંખ-છીપના ઝુમર, પરદા, તોરણ, શંખની લેડીઝ આઇટમો, બ્રેસલેટ કોડી, શંખ વીંટી, ઇમીટેશન, મોતીવાલા, પેન્ડલ અહીંથી તેઓ દ્વારકા, માધવપુર, રામેશ્ર્વર, તિરૂપતી બાલાજી, દિવ, ભાવનગર તેમજ દેશના અન્ય સ્થળોએ આદાન-પ્રદાન કરી શિવપ્રિય આઇટમોથી બજારને ધમધમતું રાખી શિવભક્તોને ઉપયોગી બની અને તીર્થસ્થાનોમાં વસતા લોકોની આજીવીકા ધમધમતી રાખે છે.