ઓસ્ટ્રીયા બાદ હવે ડેન માર્કમાં પણ નકાબ કે બુર્ખા પહેરવા પર પાબંદી લગાવવામાં આવી છે. કોઇ પણ પ્રકારના વસ્ત્રથી ચહેરો ઢાંકવા પર ડેનમાર્કે પ્રતિબંધ મુક્યો છે. ડેનમાર્કની લીબરલ પાર્ટીના નેતા એલમેન જેનસને જણાવ્યુ હતુ કે આ કાનુની પ્રસ્તાવનો ઉદેશ કોઇ ધર્મ કે ચિહ્ન જેમ કે બુરખો કે યહુદી ટોપી પર પ્રતિબંધ કોઇ ધાર્મિક વિરોધ ગતિવિધી નથી.
પરંતુ આ બાબતમાં વોટીંગની તારીખ પણ કરાઇ નથી જો કે ચહેરા પર કોઇ વસ્ત્ર ન રાખવાનો નિર્ણય લેનાર કાયદો લાવનાર ફ્રાન્સ સૌ. પ્રથમ દેશ છે. અહી જાહેરમાં બુરખા પહેરવા પર પ્રતિબંધ ૨૦૧૧માં લગાવાયો હતો જ્યારે બેલ્જીયમમાં ૨૦૧૨માં બુરખા પર પ્રતિબંધ મુક્યો હતો.
આ ઉપરાંત ઓસ્ટીયામાં બુરખા પહેરવામાં પ્રતિબંધ કરાયો હતો. અને ત્યાર બાદ હવે ડેનમાર્કે બુરખા પર બેન મુકવામાં આવ્યો છે.
ખાસ કરીને પોલીસ કાર્યવાહીમાં અડચણરુપ બનતા હોવાથી અને અનેક ગુનાહોમાં સપડાયેલ આરોપીઓ બુરખા પહેરીને આસાનીથી બુરખા પહેરી પોલીસના ચંગુલમાંથી છટકી જતા હોવાથી પણ આ નિર્ણય લેવાયો છે જો કે સીસીટીવી કેમેરામાં પણ આરોપીઓને ઓળખી શકતા ન હોવાથી આ નિર્ણય કરાયો હોવાનું જણાઇ રહ્યું છે.