રાહુલ ગાંધી હાજર, રાજકીય નેતાઓ અને લોકો અંતિમ દર્શન માટે ઉમટ્યા
દિલ્હીની હોસ્પિટલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું નિધન થતાં ખાસ ચાર્ટર પ્લેન મારફતે તેમના પાર્થિવ દેહને વડોદરા એરપોર્ટ પર લવાયો હતો. જ્યાંથી અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં રાત્રિ દરમિયાન રાખવામાં આવ્યો હતો. અહેમદ પટેલના પાર્થિવ દેહને લઇને એમ્બ્યુલન્સ તેમના વતન પિરામણ જવા રવાના થઇ હતી. જ્યાં તેમની અંતિમ ઇચ્છા પ્રમાણે પિરામણ ગામના કબ્રસ્તાનમાં તેમના માતા-પિતાની કબરની બાજુમાં તેમની દફનવિધિ કરવામાં આવી હતી. જેમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી સુરત એરપોર્ટથી પિરામણ ગામ પહોંચ્યા છે.
આ ઉપરાંત અહેમદ પટેલના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ, કોંગ્રેસના કાર્યકરો અને લોકો ઉમટી પડ્યા છે. હાલ શંકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવિડિયા, શક્તિસિંહ ગોહિલ અને જયંતિ બોસ્કી પિરામણ ગામમાં પહોંચી ગયા છે. આ ઉપરાંત કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે. શિવકુમાર પિરામણ અને કોંગ્રેસના નેતા મુકુલ વાસનિક સહિતના ટોચના નેતાઓ પિરામણ ગામમાં પહોંચ્યા છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધનના પગલે રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભચથી અંકલેશ્વર ખાતે દફનવિધિમાં હાજરી આપવા આજે દિલ્હીથી ચાર્ટડ પ્લેન દ્વારા સુરત એરપોર્ટ આવી પહોંચ્યા હતા. સુરત એરપોર્ટથી રાહુલ ગાંધી ઇનોવા કારમાં સવાર સવાર થઈને પિરામણ ગામ જવા રવાના થયા હતા. રાહુલ ગાંધી સ્વર્ગવાસ પામેલા અહેમદ પટેલની દફનવિધિમાં હાજર રહેવાના છે.
જ્યાં સુરત એરપોર્ટથી સીધા તેઓ બાયરોડ પિરામણ જવા રવાના થયા છે. રાહુલ ગાંધીના આગમનના પગલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, રાજીવ સાંતવ ઉપરાંત હાર્દિક પટેલ સહિતના નેતાઓ પણ એરપોર્ટ પોહચ્યા હતા