એલસીબીએ કુલ રૂ.2.82 લાખનો મુદ્ામાલ કર્યો કબ્જે
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના બે આરોપીઓને બાતમીના આધારે મોરબી ક્રાઇમ બ્રાંચના સ્ટાફે ગણતરીનાં દિવસોમાં પકડી પાડ્યા છે.મળતી માહિતી અનુસાર, શીવીસ માઇક્રોન એલ.એલ.પી. કારખાનાના મજુરની ઓરડીમા સુતા હતા. તે વખતે કોઇ અજાણ્યા ચોર ઇસમે ઓરડીમાં પ્રવેશ કરી 4 મોબાઇલ ફોન તથા રોકડા રૂ.2,200/- તથા કપડા ભરેલ થેલો ચોરી કરી લઇ ગયેલ હોય જે ચોરીમાં ગયેલ ફરીયાદીનો મોબાઇલ ફોન બેંક એકાઉન્ટ સાથે લીંક હોય જે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી ફરીયાદીની જાણ બહાર ફરીયાદીના એકાઉન્ટમાં રહેલ રોકડા રૂ.2,59,469/- ટ્રાન્સફર કરી વિડ્રોલ કરી કુલ રૂ.2,82,169/- ની મતાની કોઇ અજાણ્યા ચોર ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ હતો. જે એલ.સી.બી.ની પેરોલ ફર્લો સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળનુ નીરીક્ષણ કરી ચોરી કરનાર ઇસમો તથા મુદામાલ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા.
એલસીબીની પેરોલ ફર્લો સ્ટાફની કામગીરી દરમ્યાન એએસઆઇ સંજયકુમાર પટેલ, રજનીંકાત કૈલા, કોન્સ્ટેબલ કૌશીકભાઇ મણવર, પરાક્રમસિંહ જાડેજા તથા અશોકસિંહ ચુડાસમાને સંયુક્ત રીતે હકિકત મળેલ કે, ગુન્હાને અંજામ આપનાર ઓખામંડળ ગાંધીનગર ભુંગો, વાછળાદાદાની ગલીમા રેહેતો ઈબ્રાહીમ મામદ બેતારા તથા કૃષ્ણનગર, કૌશીકની દુકાન પાછળ, સુરજ કરાડી, ઓખામંડળમાં રહેતો અલારખા કરીમભાઇ મોખા મોરબી રવીરાજ ચોકડી ખાતે છે. જે હકીકતના આધારે રવીરાજ ચોકડી ખાતે વોચ ગોઠવી આરોપીઓ પાસેથી આ ગુનામાં ગયેલ મુદામાલ તથા આરોપીઓને હસ્તગત કરી મોરબી તાલુકા પો.સ્ટે.માં સોપવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.