મોરબી જિલ્લામાં બેફામ ખનીજ ચોરી થઈ સહી છે ત્યારે વનાળીયા ગામે ખનીજ ચોરી રોકવા ગ્રામલોકોએ જિલ્લા કલેકટર કચેરીમાં રજૂઆત કરી ખનિજચોરો વિરુદ્ધ કડક પગલાં ભરવા માંગણી કરી હતી.
જાણવા મળતી વિગત અનુસાર મોરબી તાલુકાના વનાળિયા ગામે નદી માથી બેરોકટોક રેતીની ઉઠાંતરી થઈ રહી છે જેની રજૂઆત છ મહિના પહેલા ત્રણ ગામના સરપંચોને સાથે રાખી કરવામાં આવેલ છતાપણ લાગતા વળગતા તંત્ર એ આંખ આડા કાન કરતા અને ખનીજ ચોરી ન રોકાતા વનાળિયા ગ્રામજનોમાં રીતસરનો રોષ ફેલાયો હતો
જેના પ્રત્યાઘાત રૂપે ગઈકાલે ફરીથી વનાળિયા ગામના લોકો કલેકટર કચેરીએ ફરીથી આક્રોશ પૂર્વક લેખિત રજૂઆત કરી હતી કે અમારા ગામની નદી માથી બેરોકટોક રેતી ઉઠાવવામાં આવે છે અને ગામને જોડતા પાકા રસ્તા ટુટી જવા પામ્યા છે જે વાહન વ્યવહાર કે રાહદારીઅો ને ચાલવામાં ભારે હાલાકી ભોગવવી પડતી હોય અને જો યોગ્ય પગલા લઇને આવી ખનીજ ચોરી બંધ કરાવવામાં નહિ આવે તો ના છુટકે ગામલોકો અને ખનીજ માફિયા વચ્ચે તકરાર ઉભી થાય તેવા સંજોગો સર્જાયા છે
ખનીજ ચોરી મામલે હવે ગામલોકો નો રોષ જોતા કઇપણ નવાજુની થશે તો તેની જવાબદારી વનાળિયા ગામના લોકોની નહિ રહે તેવૂ સ્પષ્ટ શબ્દોમાં લેખિત રજૂઆત કરાઇ હતી હવે આવનાર સમયમાં ખનીજ વિભાગ દ્વારા શુ પગલા લેવાય અને આવી ઓવરલોડ ગાડીઓ ઉપર લગામ લગાવાય છે કે પછી જૈસે થે ના રાગડા તણાઈ છે તે તો આવનાર સમય જ બતાવશે