આઈએસઆઈ માર્કાથી ગ્રાહકોના અધિકારો અને ગુણવત્તાનું પ્રમાણ પ્રસ્થાપિત થાય છે
ભારતીય માનાંક બ્યુરો અને આઈએસઆઈ નો માર્કો દેશમાં ઉત્પાદનો અને સેવાની ગુણવત્તા જાળવવા માટે પ્રતિબંધ સંસ્થા તરીકે કાર્યરત છે. આ સંસ્થા દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા ઉત્પાદનની ગુણવત્તા સંબંધી નિયમો અને ગ્રાહકો અને વપરાશકારો ગ્રાહક હિત માટે તટસ્થ પક્ષકાર તરીકે પોતાની ભૂમિકા ભજવે છે, જેનાથી દેશમાં ઉત્પાદનો અને સેવા ક્ષેત્રે એક નિશ્ચિત ગુણવત્તા જળવાઈ રહે..
ભારતીય માનાંક બ્યુરો દ્વારા કોઈપણ વસ્તુ ઉત્પાદન થાય તે દિવસથી પછી કોઈપણ વ્યક્તિ નેઉત્પાદન સંબંધી ગુણવત્તાની ફરિયાદો માટે ભારતીય માનક બ્યુરો પાસે દાદ માંગી શકે અને આ ફરિયાદનો સંતોષકારક ઉકેલ લાવવા માટે ભારતીય માનાંક બ્યુરો પ્રતિબંધ છે. આઈએસઆઈ નું લેબલ અનેક ઉત્પાદનો માટે ભારતીય માનાંક બ્યુરોના નિયમો અને ગુણવત્તા ની જાળવણી સરકારે ફરજિયાત કરી છે.
અત્યારે દેશમાં 450થી વધુ ઉત્પાદનોને ભારતીય માનક બ્યુરો હેઠળ આવરી લેવામાં આવ્યા છે જેનાથી વપરાશકારો ને સંતોષ મુજબની સેવા મળી રહે ,આ ઉત્પાદનમાં સિમેન્ટ વીજળી ઈસ્ત્રી પાણીના હીટર ઘરેલુ ખાધ સામગ્રી જેવી વસ્તુઓ ને ભારતીય માનાંક યુરોપ ના નિયમો અને તેના ધારા ધોરણ પાડવાના રહે છે આગામી દિવસોમાં ભારતીય માનાંક યુરોપ દ્વારા 2022/23માં શાળાઓમાં 10000જેટલી માનાંક ક્લબો નો પ્રારંભ કરવામાં આવશે21/22 માં ભારતમાં કુલ 1047માનાંક ક્લબોની રચના કરવામાં આવી છે માધ્યમથી વિદ્યાર્થી કાર્ડથી જ ગુણવત્તા અને તેના નિયમો અંગે વિદ્યાર્થી પેઢી તૈયાર કરવાનું હેતુ છે 22/23માં 10000 ક્લબ શરૂ કરવાનું વર્તમાન લક્ષ્ય વિદ્યાર્થીઓને ગુણવત્તા ક્ષેત્રે અવગત કરવાનો છે દેશમાં અત્યારે 1755 થી વધુ કલબો કાર્યરત છે અત્યાર સુધી 43000 થી વધુ વિદ્યાર્થીઓને આ કલમોના સભ્યો બનાવવામાં આવ્યા છે.
ભારતીય માનાક બ્યુરો દ્વારા બાળકોના રમકડાઓની ગુણવત્તા જાળવવા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે
આજે સમગ્ર વિશ્વના માતા પિતા માટે બાળકો ના રમકડા ખરીદતા પહેલા ખાસ કરીને ગુણવત્તા અને તેમાં વાંધાજનક કેમિકલો ના વપરાશની ચિંતા રહે છે ત્યારે ભારતીય માનાંક બ્યુરો દ્વારા આડેધડ બનાવવામાં આવતા રમકડા અને ઝેરી પદાર્થોને રસાયણોના ઉપયોગ પર નિયંત્રણ માટેના પ્રયાસો શરૂ થયા છે.
આ પ્રતિબંધ માં 14વર્ષથી ઓછા વયના બાળકો માટે તૈયાર કરવામાં આવતા રમકડાઓ ની મંજૂરી અને આઈએસઆઈ માર્કા ની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે અને આ નિયમ એક જાન્યુઆરી 2021થી લાગુ કરવામાં આવ્યું છે શતશ ના માર્કા વગરના રમકડાઓ બનાવવા વેચવા અને જથ્થો રાખવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે રમકડા વાળાઓને લાયસન્સ આપતા પહેલા રમકડામાં વાપરવામાં આવતા તત્વો અને રસાયણોની વિગતો ફરજિયાત બનાવવામાં આવી છે, જલદ કે ઇજા થાય તેવા આકાર ધરાવતા અને ખાસ કરીને અણીદાર સમકડાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આઈએસઆઈ માટે સુરક્ષા અને ગુણવત્તાના દસમાંથી સાત નિયમો ફરજિયાત કરવામાં આવ્યા છે.
આઈએસઆઈ માર્કા સાથે રમકડાઓ માટે તેની રચના સાથે રમકડા બનાવવામાં વાપરવામાં આવતા પદાર્થો નુકસાનકારક અને ઝેરી ન હોવા જોઈએ ,રમકડા રમતી વખતે બાળકોને કોઈ ઈજા થવી ન જોઈએ ,કોઈપણ પ્રકારનું જોખમ ન હોવી જોઈએ રમકડા ના સલામત વપરાશ માટે આઈએસઆઈ ના માર્કા મેળવતા પહેલા રમકડા ઉત્પાદકોને ખાસ નિયમો નું પાલન કરવાનું હોય છે.