સ્થાનિક ક્ષેત્રે બેટરીનું ઉત્પાદન વધારવા સરકાર 18 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે
દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત કરવા માટે સરકાર દરેક ક્ષેત્રને મદદ કરી રહ્યું છે ત્યારે પ્રદૂષણ ઘટાડવા માટે સરકાર ઇલેક્ટ્રોનિક વાહનોનો ઉપયોગ સતત વધારી રહ્યું છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે ઈલેક્ટ્રીક વાહનોનું ઉત્પાદન ત્યારે જ વધશે જ્યારે બેટરી ઉત્પાદન ક્ષેત્રમાં ભારત આગળ આવે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ ભારત અત્યારે ચાઇના સહિતના દેશો ઉપર વધુને વધુ મદાર બેટરી માટે રાખી રહ્યું છે પરંતુ સરકાર હવે આ ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનવા તરફનું મક્કમ પગલું હાથ ધર્યું છે.
આગામી 7 વર્ષ એટલે કે વર્ષ 2030 સુધીમાં ભારત 220 ગીગા વોટની ઉત્પાદન ક્ષમતા વધારશે. હાલની સ્થિતિમાં ભારત હત્યાના 20 ગીગા વોટ નું ઉત્પાદન કરી રહ્યું છે. આ લક્ષ્યને હસીલ કરતાની સાથે જ સ્થાનિક ક્ષેત્રે ભારતનું આદિત્ય જોવા મળશે અને ચીન ઉપરનું ભારણ પણ ઘટી જશે. ત્યારે હાલ વિશ્વના દેશો નો ઝુકાવ ભારત તરફ સતત વધી રહ્યો છે ત્યારે બેટરી ઉત્પાદન ક્ષેત્રમાં વિશ્વ ગુરુ બનતા ની સાથે જ ભારત અનેક નવા આયામો સર કરશે આ માટે સરકારે 18000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો પણ નિર્ણય લીધો છે.
ભારત માત્રને માત્ર બેટરીનું રો મટીરીયલ જ નહીં પરંતુ સારી ગુણવત્તાની બેટરી વિશ્વમાં નિકાસ કરે તે માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિકસિત કરશે અને આ તમામ બેટરી ઇલેક્ટ્રીક વાહનોની સાથોસાથ સોલાર સહિતના ક્ષેત્રે પણ ઉપયોગમાં લેવાશે. સરકારનું નેટ ઝીરો નો ટાર્ગેટ જે 2017 સુધીમાં નિર્ધારિત કરવામાં આવ્યો છે તે આવનારા દિવસોમાં નજીકના સમયમાં પણ પૂર્ણ થઇ શકે છે જ્યારે ભારત બેટરી ઉત્પાદન ક્ષેત્રે આગળ વધે. સરકાર પ્રોડકશન લિંક ઇનસેન્ટિવ સ્કીમ મુજબ 50 ગીગા વોટ પાવરની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે હાલ મહેનત કરી રહી છે અને તે ક્ષમતાને આવતા સાત વર્ષમાં 220 ગીગા વોટ સુધી પહોંચાડવા માટે ઉપયોગી નીવડશે.