તાલુકા પોલીસ મથકના સ્ટાફે રૂ. ૩૭,૫૦૦નો મુદામાલ જપ્ત કયો
શહેરના ૧૫૦ ફૂટ રીંગરોડ નજીક બીગબજાર પાસે મહિલાના પર્સની ચીલઝડપ કરનાર બાઈક સવાર કુખ્યાત બન્ટી અને બબલીને તાલુકા પોલીસ મથકના સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીનાં કલાકોમાં ઝડપી લઈ બે ચીલ ઝડપનો ભેદ ઉકેલી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
એ.સી.પી. જે. એસ.ગેડમે જણાવ્યુંહતું કે શહેરના મવડી વિસ્તારમાં શ્ર્વાસશ્રેય સોસાયટીમાં બટી ઓર બબલીએ ચાલુ બાઇકે મહીલાના પર્સની ચીલ ઝડપ કરી હતી. જે તમામ ધટના સીસી ટીવી કુટેજમાં કેદ થઇ હતી તેના આધારે તાલુકા પોલીસ મથકના પી.આઇ. જે.વી. ધોળા સહીતના સ્ટાફે ગણતરીના કલાકોમાં સદર બજારમાં સમીર કાસમ બ્લોચ અને ગોંડલની રીંકલ દિપકભાઇ સાતા નામના બંટી ઔર બબલીને રૂ. ૩૭,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. વધુ વિગત મુજબ શહેરની મવડી વિસ્તારમાં આવેલી સ્વાશ્રય સોસાયટીમાં રહેતા જગદીશભાઈ ગજજર અને તેમના પત્ની કિરણબેન સહિત બંને બાઈક પર કિસ્ટલ મોલેથી ખરીદી કરીને પોતાના ઘણે જતા હતા બીગ બજાર પાસે પહોચ્યા ત્યારે બાઈક પર આવેલી બંટી અને બબલીએ ચાલુ બાઈક કિરણબેનના હાથમાં રહે પર્સની ચીલઝડપ કરી નાશી છૂટયા હતા. આ બનાવની જાણ તાલુકા પોલીસ મથકને કરતા પીઆઈ એન.કે.રાજપુરોહિત સહિતના સ્ટાફને થતા ઘટના સ્થળે દોડી જઈ સીસીટીવી ફૂટેજના આધારે સ્ટાફે બંનેની અટકાયત કરી કિરણબેન તેમજ અન્ય ડબલસ્વારીમાં નિકળેલા બે બહેનોનાં મોબાઈલની ચીલ ઝડપ કર્યાની કબુલાત આપી હતી.