આદિત્ય બિરલામાં વધુ વળતરની લાલચ આપી નિવૃત કર્મચારીની મરણ મૂડી પરત ન આપી કૌભાંડ આચર્યું ‘તુ
અમરેલી શહેર ખાતે આદિત્ય બિરલા સનલાઈફ કંપનીમાં રોકાણ કરવા માટે વધુ વળતરની લાલચ આપી નિવૃતીનું મરણમુડીનું રોકાણ કરાવી રૂ.33.60 લાખનો ચુનો ચોપડનાર અમદાવાદની બંટી બબલીની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ વિગત મુજબ અમરેલી તાલુકાના ઈશ્ર્વરીયા ગામે રહેતો મગનભાઈ શંભુભાઈ વામજા નામના નિવૃત કર્મચારીએ ધારી ખાતે રહેતા અને આદિત્ય બિરલા સનલાઈફમાં બ્રાંચ હેડ હિરેન હસુભાઈ જોષી અને અમરેલીની આદિત્ય બિરલા સનલાઈફમાં મેનેજર તરીકે ફરજ બજાવતી જીજ્ઞાબેન હિરેન ઉનડકટ સહિત બંને શખ્સોએ આદિત્ય બિરલા સનલાઈફમાં ઉચા વળતરની લાલચ આપી રૂ.33.60 લાખની છેતરપીંડી કર્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જે અન્વયે આ ગુન્હાના કામે સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. આઇ.જે.ગીડા ના માર્ગદર્શન મુજબ સીટી પો.સ્ટે.ના એ.એસ.આઇ. નિકુલસિંહ કે, જાડેજા પો.કોન્સ. સોયેબભાઇ ઓ, જુણેજા પો.કોન્સ. વનરાજભાઇ વી. માંજરીયા દ્વારા આરોપીઓ વિશે જરૂરી માહિતી મેળવી આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા-ફરતા હોય જેઓ અમદાવાદ ખાતે હોય તેવી હકિકત મળતા સ્યાફે હિરેન હસમુખભાઇ જોષી અને જીજ્ઞાબેન પકડી આરોપીઓ વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલી છે.