રોકાણ તેમજ ઉદ્યોગની તકો માટે રોયલ કપલનો ભારત પ્રવાસ
ફિલિપાઈન્સના રાજા તેમજ રાણી મથિલ્ડે આજે ૭ દિવસ માટે ભારત પ્રવાસે ઉદ્યોગ તેમજ મેત્રી સંબંધો વધારવાના હેતુથી આવ્યા છે તેઓ ભારતમાં ઉદ્યોગ તેમજ રોકાણ વધારવા ઈચ્છે છે. વર્ષ ૨૦૧૩માં સિંહાસન મલ્યા બાદ ફિલિપાઈન્સના રાજા પ્રથમ વખત ભારત આવી રહ્યા છે. તેમની સાથે બેલ્જીયમના ૭૦ સીઈઓની ટીમને ઉદ્યોગ સલાહ માટે સાથે લાવ્યા છે.રોયલ કપલનું યુનિયન અર્બન મિનિસ્ટર હરદીપસિંહ પુરી દ્વારા એરપોર્ટે શાહી સ્વાગત કરવામાં આવ્યું હતુ, ભારત બેલ્જીયમનું બીજા નંબર નિકાસ માટેનું ડેસ્ટીનેશન છે આ યરોયલ કપલ દુનિયામાં આઠ અજુબાઓનુ એક એવા ઐતિહાસીક તાજમહેલની પણ મુલાકાત લેશે ઓફિશિયલ શેડયુલ પ્રમાણે રાજા આવતીકાલે પ્રેસીડેન્ટ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લેશે.બુધવારના રોજ તેઓ ઈન્ડિયા બેલ્જીયમ બિજનસ ફોરમ મિટિંગમાં હાજરી આપશે. ત્યારબાદ ગુ‚વારના રોજ ૨ દિવસ મુંબઈ પ્રવાસ માટે રવાના થશે. મુંબઈમાં હિરા ઉદ્યોગકારો સાથે મીટીંગ કર્યા બાદ સ્માર્ટ સીટીની કોન્ફરન્સમાં પણ હાજરી આપશે. બાદમાં શનિવારના રોજ રોયલ કપલ બેલ્જીયમ પરત જવા રવાના થશે.