વિરોધી ટીમના બેટ્સમેનો બુમરાહના બોલને પારખવામાં નિવડે છે નિષ્ફળ
વિશ્વના સૌથી પ્રસિધ્ધ પેશ બોલર તરીકે નામના મેળવેલા ઓસ્ટ્રેલીયાના પેશ બોલર જૈફ થોમસને વિશ્ર્વકપ પહેલા ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના વખાણ કરતા જણાવ્યું હતું કે, બુમરાહની સ્પીડ વિરોધીઓને સળગાવી દેશે. એક સમયે જૈફ થોમસન એ પ્રકારના બોલર હતા કે, તેમની સામે મોટાગજાના બેટ્સમેનો પણ હાંફી જતા હતા. ત્યારે બુમરાહના વખાણ જૈફ થોમસન દ્વારા કરવામાં આવતા એક નવા ઉત્સાહનો સંચાર ટીમ ઈન્ડિયાની બોલીંગ લાઈનઅપમાં થયો છે.
થોમસનના જણાવ્યાનુસાર જસપ્રીત બુમરાહ અને સાઉથ આફ્રિકાના કગીસો રબાળા આ બે બોલરો વિરોધી ટીમને હંફાવશે. બુમરાહના વખાણ કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેમની બોલીંગમાં તેની પાસે અનેકવિધ કળા રહેલી છે. બેટ્સમેનો તેને પારખવામાં અનેક વખત થાપ ખાઈ જતા હોય છે તે નિર્ધારીત કરેલા બોલ નિર્ધારીત જગ્યાએ મુકવામાં માહેર છે એટલે જ તે અન્યની સરખામણીમાં તેનું સ્થાન અલગ ઉભુ કર્યું છે.
જૈફ થોમસન દ્વારા ઓસ્ટ્રેલીયન ટીમ દ્વારા મીચેલ સ્ટાર્ક વિશે જણાવતા કહ્યું હતું કે, તેનું ફોર્મ ટીમ માટે ખૂબજ ચિંતાજનક છે પરંતુ લેફટ આર્મ પેશ બોલર હોવાથી તેને ઈંગ્લેન્ડ વિકેટ ઉપર ફાયદો થશે ત્યારે કહી શકાય કે જે રીતે જસપ્રીત બુમરાહના વખાણ કરવામાં આવી રહ્યાં છે તે જોતા એક વાત સ્પષ્ટ છે કે, વિરોધીઓ ટીમ માટે ભારતીય ટીમનું બોલીંગ યુનિટ ખુબજ સજ્જ છે અને તેમાં પણ જયારે જસપ્રીત બુમરાહની વાત કરવામાં આવે તો વિરોધી ટીમના બેટ્સમેનો માટે તે માથાનો દુ:ખાવો બની જશે. સ્લો યોરકર, સ્લો બોલ જેવા વેરીએશનથી બુમરાહ વિરોધીઓને હંફાવા માટે તૈયાર છે ત્યારે તેની સ્પીડની સામે બેટ્સમેનો સળગી જાય તો પણ નવાઈ નહીં.