કેપટાઉનની મૃત્યુસૈયા જેવી પીચ ઉપર ભારતે સાત વિકેટે વિજય મેળવ્યો છે. જસપ્રીત બુમરાહ (6 વિકેટ) સહિત બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં 7 વિકેટે વિજય મેળવ્યો છે. દક્ષિણ આફ્રિકા બીજી ઇનિંગ્સમાં 176 રનમાં ઓલઆઉટ થતા ભારતે જીતવા માટે 79 રનનો પડકાર મળ્યો હતો. જવાબમાં ભારતે 12 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 80 રન બનાવી લીધા હતા. આ જીત સાથે ભારતે બે ટેસ્ટની શ્રેણી 1-1થી બરાબરી કરી લીધી છે. ભારત કેપ ટાઉનમાં પ્રથમ વખત ટેસ્ટ જીતવા સફળ રહ્યું છે. બીજી ટેસ્ટ ફક્ત બે દિવસમાં જ પુરી થઇ ગઇ હતી. મોહમ્મદ સિરાજને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જ્યારે જસપ્રીત બુમરાહ અને ડીન એલ્ગરને મે ઓફ ધ સિરીઝ જાહેર કરાયા હતા.
30 ઓવરના લક્ષ્યાંક સાથે બુમરાહ અને સિરાજે આફ્રિકાને ધૂળ ચાંટતુ કર્યું
ખતરનાક પીચ ઉપર માર્કરમની સદી યાદગાર બની રહેશે
આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચમાં ભારતની બોલીંગ ખૂબ નબળી પુરવાર થઈ હતી અને મોહમ્મદ સામી નો ભાવ દેખાયો હતો. માં લાગતું હતું કે ભારત પાસે કોઈ બોલર નથી અને પરિણામ સ્વરૂપે તેમના દ્વારા ડિફેન્સિવ બોલિંગ કરવામાં આવી હતી જે ભારત માટે હારનું કારણ પણ બન્યું હતું. તે નબળાઈને ભૂલી બીજા ટેસ્ટ મેચમાં બુમરા અને સીરાજે પોતાની લાઈન લેન્થ પકડી રાખી આફ્રિકાના બેટ્સમેનોને ધૂળ ચાટતા કર્યા હતાં . મેચ પૂર્ણ થયા બાદ બંને બોલરોએ જણાવ્યું હતું કે તેમની પાસે ખૂબ ઓછો સમય હતો અને તે સમયમાં જ તેઓએ તેમનું કર્તવ અને તેમની કળા બોલ સાથે ઉજાગર કરવાની હતી જે કરવામાં તેઓ સફળ થયા. ટેસ્ટ મેચ શરૂ થાય તે પૂર્વે એ વાત સતત ચર્ચામાં રહી હતી કે બંને ટીમો માટે પ્રથમ ઈનિંગની 30 ઓવર ખૂબ મહત્વની સાબિત થશે અને ખરા અર્થમાં એ વાત પણ સાચી પડી પરંતુ બુમરા અને સિરાજ ના લક્ષ્યાંક સામે આફ્રિકાના બેટ્સમેનો ટકી શક્યા ન હતા. કેપ ટાઉન ની સ્પીચ વિશે વાત કરીએ તો તે પી જ ટેસ્ટ મેચ નહીં પરંતુ િ2ં0 જેવી લાગતી હતી જેમાં દરેક બોલ પર પ્રહાર કરવો એ જ જરૂરી હતો બોલ સાથે સતત રમત કરતું હતું. 0 બીજા ટેસ્ટ મેચમાં ખતરનાક પીચ ઉપર એડમ માર્કર્મની સદી ખૂબ યાદગાર બની રહેશે કારણ કે તેને 17 ચોકા અને બે છદાની મદદ થી 106 રન નોંધાવ્યા હતા જે વિકેટ ઉપર બંને ટીમના બેટ્સમેનો નિષ્ફળ નીવડ્યા હતા.
કેપટાઉનની પીચે ટીકાકારોને બોલતા બંધ કરી દીધા : રોહિત શર્મા
બીજો ટેસ્ટ મેચ જીત્યા બાદ ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ જણાવ્યું હતું કે કેપ્ટાઉનની પીછે ટીકાકારોને બોલતા બંધ કરી દીધા છે. જેનું સૌથી મોટું કારણ એ જ છે કે ભારત ફાઇનલમાં વિશ્વ કપ હાર્યા બાદ ટીકાકારોએ ભારતીય સ્પીચ ને દોષિત ગણાવી હતી અને જણાવ્યું હતું કે ભારતની સ્પીચ ટર્નિંગ વિકેટ હોય છે જેનાથી બેટ્સમેનોને લાભ મળતો નથી ત્યારે તે વાત ખરા અર્થમાં ખોટી સાબિત થઈ કેમકે કેપટાઉન ની સ્પીચ જોતા ટેસ્ટ મેચ માત્ર બે જ દિવસમાં પૂરો થઈ ગયો અને આ ક્રિકેટ ઇતિહાસનો સૌથી ઓછા સમયમાં ટેસ્ટ મેચ પૂરો થવાનો રેકોર્ડ પણ પ્રસ્થાપિત થયો છે ત્યારે આ મેચ પૂર્ણ થયા બાદ રોહિત શર્માએ ટીકાકારોની બોલતી બંધ કરી દીધી હતી.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઇન્ટ ટેબલ પર ભારત પ્રથમ ક્રમે
ટીમ ઈન્ડિયાએ કેપટાઉન ટેસ્ટમાં શાનદાર જીત નોંધાવી હતી. તેણે દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીતનો ફાયદો ભારતને મળ્યો હતો. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઇ છે. ટીમ ઈન્ડિયાએ પોઈન્ટ ટેબલમાં દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ સહિત તમામ ટીમોને હરાવી છે.