સુરત સમાચાર

સુરત એસ ટી વિભાગને દિવાળી ફળી છે . એસ.ટી વિભાગ દ્વારા દિવાળીમાં  એક્સ્ટ્રા બસો દોડાવામાં આવી હતી . એક્સ્ટ્રા બસોથી એસટી ને  3.42 કરોડની આવક થઈ છે. દિવાળી દરમિયાન ગ્રુપ બુકિંગની 84 બસો દોડાવાઈ હતી . ગ્રુપ બુકિંગ સાથે કુલ 1737 વધારાની બસોનું સંચાલન કરાયું હતું .દિવાળી દરમિયાન 96,477 મુસાફરોએ વધારાની ટ્રીપનો લાભ લીધો હતો . દિવાળીમાં ખાનગી બસો દ્વારા ભાડા વધારતા એસટી દ્વારા વધારાની બસનું આયોજન કરાય છે અને તેનો લાભ મુસાફરો લે છે .

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.