જૂનાગઢમાં આજથી શુક્રવાર સુધી ચાલશે ભવનાથનો મેળો : ૨૫૦થી વધુ અન્નક્ષેત્રો ધમધમ્યા : લાખો ભાવિકો પૂણ્યનું ભાથુ બાંધવા ઉમટ્યા

જુનાગઢમાં ભવનાથ મહાદેવના પાવન સાનિઘ્યમાં આજથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થઇ ચુકયો છે સવારે ૯ કલાકે ભવનાથ મંદીરે સંતો મહંતોની ઉ૫સ્થિતિમાં ઘ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને વિધિવત રીતે મહાશિવરાત્રીના મેળાનો આરંભ થયો હતો. આજથી લઇને મહાવદ તેરસ (તા.ર૧) સુધી આ મેળો યોજાશે.

BAVA

 

ભજન, ભકિત અને ભોજનના ત્રિવેણી સંગમ સમો મહાશિવરાત્રીનો મેળો પાંચ દિવસ સુધી ચાલશે. આજે પ્રારંભ થતા બમ… બમ… ભોલે અને જય ગિરનારીના નાદથી ગીરના તળેટી ગુંજી ઉઠી હતી. આ મેળામાં સમગ્ર દેશમાંથી સાધુ-મહંતો આવી ચુકયા છે. આજે સવારે ૯ કલાકે ભવનાથ મંદિર ખાતે પંચદશનામી જુના અખાડાના ગિરનાર પીઠાધીશ્ર્વર જયશ્રીકાનંદ ગીરીજી, મંદિરના મહંત હરીગીરીજી મહારાજ, પંચદશનામી જુના અખાડાના અઘ્યક્ષ મહંત પ્રેમગીરી મહારાજ મહા મંડલેશ્ર્વર વિશ્ર્વભર ભારતીજી મહારાજ, ગીરનાર મંડળના અઘ્યક્ષ ઇન્દ્રભારતી  મહારાજ, જીલ્લા કલેકટર સહિતના અધિકારીઓની ઉ૫સ્થિતિમાં હર હર મહાદેવના જયઘોષ સાથે મેળો ખુલ્લો મુકાયો હતો.

આ પાંચ દિવસ સુધી ચાલનાર મેળામાં માનવ મહેરામણ ઉમટી પડશે. મેળામાં આવનાર ભકતોના ભોજન પ્રસાદ માટે વિવિધ જ્ઞાતિ સમાજોના ઉતારા-મંડળો, અન્નક્ષેત્રો, આશ્રમો, સેવાભાવી સંસ્થા દ્વારા ભોજન બનાવવાનો ધમધમાટ શરૂ  થઇ ચુકયો છે. આ સાથે જ મેળામાં ચકરડી, મોટા ચકડોળ જેવા સાધનોનો તેમજ ખાણી પીણીના સ્ટોલો લાગી ચુકયા છે. ઠેર ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. ખરીદી માટેના સ્ટોલ અને રમકડાના સ્ટોલ શરુ થઇ ગયા છે. આ પાંચ દિવસ સુધી વિવિધ આશ્રમોમાં સંતવાણી ભજનોની રમઝટ બોલવશે

મેળાને લઇને એસ.ટી. તંત્ર અને રેલવે તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરુ કરી દેવાઇ છે. જુનાગઢ જીલ્લા પંચાયતથી ભવનાથ મંદીર સુધી ૪૦ જેટલી સિટી બસ દોડાવવામાં આવશે અને જુનાગઢ ડેપોની ૮૦ બસ બહારગામના ભકતો માટે દોડાવશે અને અમદાવાદ-સોમનાથ ટ્રેનમાં વધારાના કોચ લગાવાશે.

  • મેળામાં પોલીસનો સજ્જડ બંદોબસ્ત

મહા શિવરાત્રી મેળાની  લોખંડી સુરક્ષા પૂરી પાડવા અને મહાશિવરાત્રી મેળા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ૦૨ આઇપીએસ,૦૯ ડીવાયએસપી, ૧૯ પોલીસ ઇન્સ.,૬૭  પોલીસ સબ ઇન્સ., ૯૨૦  પોલીસ સ્ટાફ સહિત  ૫૭૦ હોમગાર્ડ,૪૫૮ જીઆરડી, ૫૪ ટ્રાફિક જવાનો, ૧૪૦ મહિલા પોલીસ તેમજ ૦૩ એસઆરપી કંપની મળી, કુલ આશરે ૩.૦૦૦ અધિકારીઓ તથા પોલીસ સ્ટાફને ખાસ તૈનાત કરવામાં આવેલ છે. આ ઉપરાંત કુલ ૩૦ જેટલી રાવટીમાં પણ પોલીસ તૈનાત કરવામાં આવેલ છે. હથિયારધારી માણસો પણ ગોઠવવામાં આવેલ છે. સમગ્ર મેળા બંદોબસ્તમાં મેટલ ડિટેક્ટર રાખી, ખાસ ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે અને રૂપાયતન ત્રણ રસ્તા તથા સ્મશાન ત્રણ રસ્તા ખાતે અમદાવાદ વડોદરાથી ખાસ બેગેજ સ્કેનર મંગાવી, યાત્રાળુઓને સામાનનું ચેકીંગ કરવા માટે બેગેજ સ્કેનરની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.આ મેળા બંદોબસ્તમાં વોચ ટાવરની વ્યવસ્થા કરી, દૂરબીન, વોકિટોકી સાથે માણસો રાખી, ખાસ વોચ રાખવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર વિસ્તારમાં પ્રવેશતા માર્ગો ઉપર વાહન ચેકીંગ માટે ચેક પોસ્ટ ઉપર પોલીસના માણસો દ્વારા ખાસ વાહન ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે. ઉપરાંત મેળાની ભીડમાં ચોરી, પિક પોકેટિંગ, છેડતી, કેફી પીણું પીને ફરતા લુખ્ખા તત્વો, વિગેરે જેવા બનાવો રોકવા તેમજ ગુનેગારોને ઓળખવા ક્રાઇમ બ્રાન્ચ તથા એસ.ઓ.જી. તેમજ ડી સ્ટાફના માણસોને ખાસ સાદા કપડામાં તૈનાત કરી, ગુન્હેગારો ઉપર વોચ રાખવા ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉપરાંત આવા આવારા તત્વો તથા ગુન્હેગારો ઉપર નજર રાખવા બહારના જિલ્લાઓની ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માણસોને પણ ખાસ બોલાવવામાં આવેલ છે. વધુમાં જૂનાગઢ શહેરમાં પણ ખાસ નાઈટ દરમિયાન ચેકીંગ હાથ ધરી, હોટલ ધાબા ચેક કરવાની તથા પ્રોહીબિશનના બુટલેગરોને ચેક કરી, ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામવા માટે સતત શિવરાત્રી સુધી જુદી જુદી ટિમો બનાવી, કોમ્બિગ સાથે ચેકીંગ હાથ ધરાવા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે. વધુમાં,ખોવાયેલા અને ગુમ થયેલાં માણસો, બાળકો અને મહિલાઓ માટે ખાસ સ્કવોડ ની રચના કરવામાં આવેલ છે.

  • મૃગીકુંડમાં સ્નાન માટે છલાંગ લગાવતા સાધુ કઈ રીતે થાય છે અદ્રશ્ય?

જૂનાગઢ ભવના મહાદેવ મંદિરના સાનિધ્યમાં યોજાતા મેળામાં અંતમાં સાધુ-સંતોની રવાડી યોજાય છે. જેમાં શક્તિ અને શૌર્યનું પ્રદર્શન તું હોય છે. મૃગીકુંડમાં હરહર મહાદેવના નાદ સો સાધુઓ છલાંગ લગાવે છે. આ કુંડમાં સ્નાન કરવા પડેલા સાધુઓમાંથી અમુક સાધુઓ બહાર આવતા ની અને ત્યાંથી જ ક્યાંક અદ્રશ્ય થઈ જાય છે તેવી વાયકા છે. આ કુંડમાં ૩૨ કરોડ દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે ત્યારે સાધુઓની અદ્રશ્ય વાની આ ઘટના અંગે અનેક રહસ્યો ખુલવાના હજુ બાકી છે. મહા શિવરાત્રીની મધરાત્રીએ સાધુ સંતોની રવેડી નીકળશે. જેમાં નાગા સાધુઓ અંગ કરતબોના દાવી ભાવિકોને મંત્રમુગ્ધ કરશે. જેમાં લાખો ભાવિકો આ રવેડીને જોવા ઉમટી પડશે. ભવના મંદિરે પહોંચ્યા બાદ નાગા સાધુઓ મૃગીકુંડમાં રાત્રે ૧૨ કલાકે શાહી સ્નાન કરશે. ત્યારબાદ મેળો સમાપ્ત થશે. દામોદર કુંડ, ભવના મંદિર અને મુચકુંદ ગુફાને શણગાર પાંચ દિવસ સુધી ચાલનાર મેળામાં હજ્જારો ભાવિકો ઉમટશે. જેને લઈને ભવના મંદિર, દામોદર કુંડ, મુચકુંદ ગુફા અને અન્ય મંદિરોને લાઈટીંગી શણગારવામાં આવ્યા છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.