ગુજરાત તરફથી કેરેલા વિરૂઘ્ધ રણજી ટ્રોફી મેચમાં બુમરાહની ફિટનેસની ટેસ્ટ થશે
વિશ્ર્વનાં નામાંકિત બોલરોમાં ખ્યાતિ પામનાર અને ઈન્ડિયાનાં પેસ ડિપાર્ટમેન્ટમાં એક અલગ જ છબી ઉદભવિત કરનાર જસપ્રીત બુમરાહની પસંદગી આગામી શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે થઈ છે ત્યારે તે પૂર્વે રણજી ટ્રોફી મેચમાં ગુજરાત તરફથી રમી કેરેલા વિરુઘ્ધ મેચ રમશે જયાં તેની ફિટનેસ ટેસ્ટ પણ લેવામાં આવશે. માનવામાં આવે છે કે, જસપ્રીત બુમરાહને સપ્ટેમ્બર માસમાં સ્ટ્રેસ ફેકચર થવાથી તે ભારતીય ટીમમાંથી વિમુકત રહ્યો હતો પરંતુ હાલ સારી ફિટનેસ હોવાનાં કારણે ફરીથી તે ટી-૨૦ અને ઓડિઆઈ સીરીઝ કે જે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વિરુઘ્ધ રમાવવામાં આવશે તેમાં તેનું નામ પણ સામે આવ્યું છે.
વનડે ક્રિકેટમાં દુનિયાના નંબર-૧ બોલર જસપ્રીત બુમરાહ ચાર મહિના સુધી સ્ટ્રેચ ફેક્ચરના કારણે આરામ પર રહ્યો. પણ હવે તે નવા વર્ષથી ભારત અને શ્રીલંકા વચ્ચે શરુ થનારી ટી-૨૦ સિરીઝમાં એન્ટ્રી કરશે. ચાર મહિના સુધી આરામ પર હોવાથી બુમરાહે સાઉથ આફ્રીકા, બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝ ગુમાવી છે. જોકે ટીમ ઈન્ડિયા માટે બુમરાહ રમે તે પહેલા તે રણજી ટ્રોફીમાં મેચ રમશે, જેમાં તે એક દિવસમાં ૧૨ ઓરથી વધારે બોલિંગ નહીં કરી શકે. બુમરાહ ઈન્જરી પછી ટીમમાં પાછો ફરવા માટે સતત કોશિશ કરી રહ્યો હતો. આ બધાની વચ્ચે તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝ દરમિયાન વિશાખાપટનમમાં ટીમ ઈન્ડિયાની નેટ્સમાં બોલિંગ પ્રેક્ટિસ કરી હતી. જોકે, બુમરાહને ટીમ ઈન્ડિયામાં પાછા ફરતા પહેલા રણજી ટ્રોફી મેચ રમવા માટે કહેવામાં આવ્યું છે. તે સુરતમાં કેરણ સામે થનારી ગુજરાતની આગામી રણજી મેચ રમશે. આ પેહલા ટીમના ફિઝિયો નીતિન પટેલની સ્વીકૃતી મળી ગઈ છે. ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ પોતે સુરત જઈ રહ્યા છે અને બુમરાહના પરફોર્મન્સ પર નજર કરશે. સિલેક્ટર્સે બુમરાહના સંદર્ભમાં ગુજરાતના કેપ્ટન પાર્થિવ પટેલને ખાસ સલાહ આપી છે. પટેલે કહ્યું કે બુમરાહ રમશે પણ ૧૨ ઓવરથી વધારે નહીં કરી શકે.
આગામી વર્ષે ૨૧ ફેબ્રુઆરી પહેલા કોઈ ટેસ્ટ મેચ નથી રમવાની. એવામાં લાલ બોલવાળા ક્રિકેટ માટે તેને કોઈ ઉતાવળ નથી, પણ આગામી સિરીઝ પહેલા કોઈ મેચ નથી, માટે તેમને સલાહ આપવામાં આવી છે કે વધારે બોલિંગ ના કરે. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ચાર મહિના પછી ટીમમાં કમબેક થશે. તેને શ્રીલંકા સામેની ઝ-૨૦ અને ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝમાં સામેલ કરવામાં આવ્યો છે. શ્રીલંકા સામેની ઝ-૨૦ સીરિઝમાં શિખર ધવનને પણ ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. જયારે ઓપનર રોહિત શર્મા અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે. રોહિત વિન્ડીઝ સામેની વનડે સીરિઝમાં મેન ઓફ ધ સીરિઝ બન્યો હતો.