મંગળવારથી શરૂ થતી યાત્રામાં ૫૦૦-૫૦૦ શ્રદ્ધાળુઓની ટુકડીઓને મોકલાશે

આતંકી સંગઠન જૈશ-એ-મહંમદના ત્રણ આતંકીઓ યાત્રામાં ભાંગફોડ કરે તે પૂર્વે જ ઠાર કરાયા

કાશ્મીરમાં દર જુલાઇ માસમાં યોજાતી અમરનાથ યાત્રામાં દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આસ્થા સાથે ઉમટી પડે છે. બીજી તરફ અમરનાથ યાત્રાળુઓનો રૂટ પાકિસ્તાન સરહદ નજીક હોવાથી દર અમરનાથ યાત્રા વિના વિધ્ને પુરી થાય તે માટે સુરક્ષા એજન્સી એલર્ટ હોય છે. ત્યારે આંતકી સંગઠન જૈસ-એ-મહોમદના ત્રણ આંતકીઓ અમરનાથ યાત્રામાં ભાંગફોડ માટે ઘુસણખોરી કરતા જવાનોએ ત્રણેય ત્રાસવાદીઓને ઠાર કર્યા છે. બીજી તરફ ગુપ્તચર તંત્ર દ્વારા પણ આંતકીઓ દ્વારા યાત્રાળુઓ પર હુમલો કરે તેવો અહેવાલ જારી કરાયો હોવાથી સુરક્ષા જવાનો એલર્ટ બની ગયા છે અને શ્રધ્ધાળુઓની ૫૦૦-૫૦૦ની ટુકડી બનાવી લશ્કરી જવાનો દ્વારા સુરક્ષા પુરી પાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અમરનાથ યાત્રા આગામી મંગળવારથી શરૂ થનાર છે. ત્યારે યાત્રાળુઓ પર આંતકી હુમલો કરવાનો તખ્તો ગોઠવવામાં આવ્યાના જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા જવાનોને મળેલા ઇન્પુટના પગલે એલર્ટ થઇ ગયા છે. ગત શુક્રવારે જૈસ-એ-મહોમદના ત્રણ આંતકીઓએ ઘુષણખોરી કરી અમરનાથ યાત્રાને નિશાન બનાવે તેવી મળેલી બાતમીના આધારે ત્રણેય આંતકીઓને સૈન્ય દ્વારા ઠાર કરવામાં આવ્યા છે.

આંતકીઓ અમરનાથ યાત્રાને નિશાન બનાવે તે પૂર્વે ત્રણેય આંતકીઓને ઠાર કરી સુરક્ષા જવાનોને હાઇ એલર્ટ કરવામાં આવ્યા છે અને અમરનાથ યાત્રા વિના વિઘ્ને પુરી થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. અમરનાથ યાત્રાના રૂટ પર લશ્કરનો પુરતો બંદોબસ્ત હોવાનું લશ્કરના કમાન્ડર બ્રિગેડીયર વિવેકસિંહ ઠાકુરે જણાવ્યું છે.

અમરનાથ યાત્રાના રૂટ પર આવતા નેશનલ હાઇ-વેને સંવેદનસીલ જાહેર કરવામાં આવ્યો છે. ખુબજ સંવેદનસીલ ૪૪ નંબરના હાઇ-વે પર હાઇ એલર્ટ સાથે લશ્કરના જવાનોને તહેનાત કરવામાં આવ્યા એટલુ જ નહી શ્રધ્ધાળુઓની ૫૦૦-૫૦૦ની ટુકડી બનાવી તેની સાથે આધૂનિક હથિયાર સાથે

લશ્કરના જવાનોને બાલતાલથી અમરનાથ ગુફા સુધી સુરક્ષા પુરી પાડવામાં આવી છે.

અમરનાથ યાત્રા વિના વિધ્ને પુરી કરવા માટે સુરક્ષા જવાનો દ્વારા સજ્જડ વ્યવસ્થા ઉભી કરવામાં આવ્યાનું બ્રિગેડીયર વિવેકસિંહ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.