આતંકવાદીઓ યાત્રાળુના સ્વાંગમાં ઘુસી ન જાય તે માટે દરેક યાત્રાળુઓને બાર કોડેડ સ્લીપ અપાશે: યાત્રાળુ વાહનોને ઈલેકટ્રો મેગ્નેટીક ચીપ અપાશે
હિન્દુઓમાં અતિપવિત્ર મનાતી અમરનાથ યાત્રાનો ૧લી જુલાઈથી પ્રારંભ થનારો છે. આતંકવાદથી પીડાતા કાશ્મીરની ખીણમાં બિરાજતા અમરનાથદાદાની યાત્રા કરવા દર વર્ષે લાખો યાત્રાળુઓ આવતા ચાલુ વર્ષે કાશ્મીરમાં સેનાના જવાનો પર થયેલા આત્મઘાતી હુમલા બાદ ભારતીય સેનાએ પાક પ્રેરિત આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. જેથી, આતંકવાદીઓ અમરનાથ યાત્રામાં હુમલા કરે તેવી સંભાવના છે.
જેથી કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય રીઝર્વ પોલીસ ફોર્સ અને રાજય પોલીસના ૪૦ હજાર જેટલા જવાનોને યાત્રાળૂઓની સુરક્ષા માટે સક્ષમ અધિકારીઓ દ્વારા બારકોડવાળી સ્લિપો આપવામાં આવનારી હોવાનું નકકી કરાયું છે. જેનાથી યાત્રાળુના સ્વાંગમાં આતંકવાદીઓ ઘુસી ન જાય તેની સાવચેતી રાખી શકાશે ઉપરાંત યાત્રાળુઓને લઈને જતા વાહનોને ઈલેકટ્રો મેગ્નેટીક રેડીયો ફીકવન્સી આઈડેટીફીકેશન ટેગ આપવામાં આવશે જેથી યાત્રાળુઓનાં વાહનોને સરળતાથી ઓળખી શકાય.
દક્ષિણ કાશ્મીરના હિમાલયની ૩,૮૮૦ મીટર ઉંચી ગુફામાં આવેલી બાબા અમરનાથની બનતી બરફ પ્રતિમાના દર્શનાર્થે આવતા લાખો યાત્રાળુઓને વિવિધ ટુકડીઓમાં વહેચવામાં આવે છે. આ યાત્રાળુઓની સુરક્ષા માટે ૪૦ હજાર અર્ધ લશ્કરી દળ અને પોલીસ જવાનોને તૈનાત કરવામા આવનારા છે.ડીજીએ જણાવ્યું હતું કે, યાત્રા બોર્ડ અને સુરક્ષા એજન્સીઓએ યાત્રા માટે નોંધાયેલા તમામ યાત્રાળુઓને બારકોડ વાળી સ્લીપ આપી છે. જેમાં તેમની મહત્વપૂર્ણ વિગતો, ફોટોગ્રાફ અને સંપર્ક નંબર લખેલા હશે. આમ વિગતવાર યોજના બનાવવામાં આવી છે. રાજય સરકાર અને કેન્દ્ર દ્વારા યાત્રાળુઓની સલામતીની કાળજી લેવામાં આવનાર છે તેમ ડીજી ભટનેગરે જણાવ્યું હતું.
કાશ્મીર સ્થિત અધિકારીએ જણાવ્યું કે, યાત્રાના ‚ટ ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. ઉપરાંત સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. આ વખતે ચેકિંગમાં અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ૧૪ ફેબ્રુઆરીના રોજ પુલવામાં ખાતે થયેલા આતંકવાદી હુમલાના પગલે ઉભા થયેલા સુરક્ષા પડકારોને જીલવા માટે સુરક્ષા એજન્સીઓ સજ્જ છે. વધુમાં લોકસભાની ચૂંટણી બાદ કેન્દ્રની ૩૦૦ સુરક્ષા એજન્સીઓને કાશ્મીરના ખીણમાં મોકલવાનું નકકી કરવામાં આવ્યું છે. જેમાંથી ૧૬ કંપનીઓના જવાનોને મોકલી પણ દેવાયા છે. ઉપરાંત જ‚ર ઉભી થાય તો વધુ દળ પણ મોકલવામાં આવનાર છે.