બીજા દિવસે કોંગી કોર્પોરેટર સમક્ષ ફરિયાદીનો ધોધ
વિપક્ષી નેતાનું પદ,કાર્યાલય અને કારની સુવિધા આંચકી લીધા બાદ કોંગ્રેસના કોર્પોરેટરોએ કોર્પોરેશનના બગીચામાં કાર્યાલય શરૂ કર્યું છે.દરમિયાન આજે પોલીસે દાદાગીરી કરતા કોંગ્રેસનું બેનર હટાવી દીધું હતું.
વિરોધપક્ષના ગાર્ડન કાર્યાલયમાં બીજા દિવસે ફરિયાદોનો ધોધ છૂટ્યા હતા. પૂર્વ મેયર અને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરની ઉપસ્થિત રહ્યા હતા.
આજે અરજદારોએ વોંકળા, ગેરકાયદે ધમધમતા ચાંદી કામના કારખાના, સોનિબજાર ગધીવાડમાં ગેરકાયદે બાંધકામ, મિલકત વેરામાં વિસંગતતા. દિવ્યાંગ વિદ્યાર્થીઓ બાળકો ને સુવિધા મળતી ન હોય તે ચાલુ કરવા રજુઆત, મેરેજ સર્ટીફીકેટ કઢાવવા વર-વધુની ફરજિયાત હાજરી સહિતની પ્રશ્નોનો ધોધ વરસ્યો હતો.
આજરોજ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, પૂર્વ મેયર અશોકભાઈ ડાંગર, કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ, કોંગ્રેસ આગેવાન યોગેશ પાદરિયા, વિજય ભમ્ભાની, કેતન મકવાણા સહિતના આગેવાનો-કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ વિજિલન્સ સુરક્ષા અધિકારી ઝાલા સાહેબ દ્વારા કોંગ્રેસ કાર્યાલય નું બેનર ઉતારી લેવા સમયે ઝપાઝપી થયેલ હતી. આ ઘટના ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે ભાજપ પક્ષ કોંગ્રેસ ના નેતા થી કેટલો ડરી ગયો છે તેમજ ગાંધી ચીંધ્યા રાહે અમો રોજબરોજ લોકોના લોક પ્રશ્નો ને વાચા આપતા રહેશું.