બેન્ક નિફટી અને નિફટી મિડકેપ ઇન્ડેક્સમાં પણ તોતિંગ ઉછાળા
આજે સ્થાનિક શેરબજારમાં તેજી સાથે કારોબાર ખુલ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી મહત્વના સ્તરની ઉપર ચઢીને કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સમાં 65500 ની ઉપર ટ્રેડિંગ ખુલ્લું છે અને નિફ્ટીમાં 19499 થી આગળના સ્તરો દેખાઈ રહ્યા છે. 10:30 વાગ્યાની સ્થિતિએ સેન્સેક્સમાં 400 અને નિફટીમાં 125 પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેરો લાભ સાથે અને 5 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આ સિવાય નિફ્ટીના 50માંથી 40 શેરોમાં તેજી જોવા મળી રહી છે જ્યારે 9 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 1 શેર યથાવત ટ્રેડ થઈ રહ્યો છે.
સેક્ટોરલ ઈન્ડેક્સની વાત કરીએ તો આજે નિફ્ટીના તમામ ઈન્ડેક્સ લીલા નિશાનમાં ઝડપી ગતિએ ટ્રેડ થઈ રહ્યા છે. મેટલ સેક્ટરમાં કોઈ ફેરફાર સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. ઓટો સેક્ટર 1.07 ટકા અને હેલ્થકેરમાં 0.78 ટકાની મજબૂતાઈ જોવા મળી રહી છે. એફએમસીજી શેર 0.76 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. અન્ય તમામ સેક્ટરમાં પણ તેજી જોવા મળી રહી છે.
ગઈ કાલે અમેરિકી બજારો તેજી સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 210 પોઈન્ટ વધીને બંધ રહ્યો હતો. એસએન્ડપી 500 અને નસદાક પણ લીલા નિશાનમાં બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 11 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. તે જ સમયે નાસ્ડેક 25 પોઈન્ટ વધીને બંધ રહ્યો હતો. હવે બજારની નજર યુએસ અર્નિંગ સિઝન પર છે. બજારને બેન્ક શેરો પર દબાણ વધવાની આશંકા છે.