ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે તેજીનો તોખાર જોવા મળ્યો હતો. સેન્સેક્સે આજે ફરી એકવાર 59 હજારની સપાટી ઓળંગવામાં સફળતા હાંસલ કરી હતી. નિફ્ટીમાં પણ તોતીંગ ઉછાળો જોવા મળ્યો હતો. આજે સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં તેજી રહેવા પામી હતી. સેન્સેક્સે ઇન્ટ્રાડેમાં 59233.62ની સપાટી હાંસલ કરી હતી.

જ્યારે નીચલા લેવલે 58812.20 સુધી પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટીએ 17657.70ની સપાટી હતી અને નીચલી સપાટીએ 17540.35ની સપાટીએ આવી હતી. તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં ઉછાળા જોવા મળ્યા હતા. ફેડરલ બેન્ડ, વોડાફોન આઇડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ફાઇનાન્સીયલ, ઇન્ટેલેક્ટ ડિઝાઇન સહિતની કં5નીના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે એબીવી ઇન્ડિયા, એસકોર્ટ, કુલોટા, સીજી ક્ધઝ્યુમર અને ડો.લાલપંથના શેરોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 392 પોઇન્ટના ઉછાળા સાથે 59195 પોઇન્ટ પર અને નિફ્ટી 109 પોઇન્ટના ઉછાળા સાથે 17646 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે. ભારતીય રૂિ5યામાં આજે નરમાશ જોવા મળી હતી. રૂપિયો 6 પૈસાની નરમાશ સાથે 79.86 પર ટ્રેડ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.