મંદીના તમામ સ્પીડબ્રેકરો શેરબજાર પાર કરી ચૂકયું છે હવે તેજી જ તેજી

ભારતીય શેર બજાર હવે તેજીના  ટ્રેક પર સવાર થઈ ગયું છે. મંદીનાં તમામ સ્પીડ બ્રેકરો બજાર પાર કરી ચૂકયું છે. હવે આગામી  દિવસોમાં  બજાર નવા સિમાચિહન હાંસલ કરે તેવી સુખદ  સંભાવના  ઉભી થવા પામી છે. આજે સપ્તાહના અંતિમ ટ્રેડીંગ સેશનમાં શેર બજારમાં  તેજીનો ટોન જોવા મળ્યો હતો. સેન્સેકસે ફરી એક વખત  59 હજારની સપાટી કુદાવી હતી. રોકાણકારોમાં હરખની ંહેલી વ્યાપી જવા પામી છે. વિશ્ર્વભરના  તમામ બજારોમાં   મંદીનો ઓછાયો જોવા મળી રહ્યો છે.

સપ્શહના અંતિમ ટ્રેડીંગ સેશનમાં  મુંબઈ શેર બજારનાં બંને આગેવાન ઈન્ડેકસ  સેન્સેકસ  અને નિફટી ગ્રીન ઝોનમાં  ખૂલ્યા હતા ઉઘડતી  બજારે  59 હજારની સપાટી કુદાવી  હતી અને ઈન્ટ્રેડમાં  59321.65ની સપાટી હાંસલ કરી લીધી હતી.  59 હજારની સપાટી  જાળવી રાખવામા  સેન્સેકસ સફળ રહેતા  રોકાણકારોમાં નવા વિશ્ર્વાસનો સંચાર થયો હતો. નિફટીએ  પણ આજે  17685.85 ની સપાટી હાંસલ કરી હતી. આજે બેંક નિફટી અને નિફટી મીડકેપ  ઈન્ડેકસમાં પણ તોતીંગ  ઉછાળા જોવા મળ્યા હતા. આજની તેજીમાં ચંબલ  ફર્ટીલાઈઝર, એસ્કોર્ટ કુબોટા, એમ એન્ડ એમ  ફશઈનાનસીય, ભારત ઈલેકટ્રીક, ટાઈટન કંપની, વોડાફોન આઈડીયાં,, ટાટા સ્ટીલ,  પીએનબી સહિતની કંપનીનાં શેરોનાં  ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.

જયારે આરબીએલ બેંક,  આઈસર મોટર્સ, બંધન બેંક, ડાબર ઈન્ડીયા, રિલાયન્સ સહિતની  કંપનીના શેરોના ભાવમા ઘટાડો  જોવા મળ્યો હતો. આજે બુલીયન બજારમાં મીશ્ર  માહોલ જોવા મળ્યો હતો. સોનાના  ભાવમા ઘટાડો  જોવા મળ્યો હતો. જયારે ચાંદીના  ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.  ડોલર સામે રૂપીયામાં સામાન્ય નરમાશ જોવા મળી હતી.

આ લખાય રહ્યું છે.ત્યારે  સેન્સેકસ  229 પોઈન્ટના ઉછાળા  59004 અને નિફટી 77 પોઈન્ટના ઉછાળા સાથે  17599  પોઈન્ટ પર કામ કરી રહ્યા છે. જયારે અમેરિકી ડોલર સામે ભારતીય  રૂપીયો 1 પૈસાની  નરમાશ સાથે  79.89 પર ટ્રેડ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.