નિફ્ટીમાં પણ 110 પોઇન્ટનો ઉછાળો: બૂલીયન બજારમાં મંદી, ડોલર સામે રૂપિયામાં નરમાશ
ભારતીય શેરબજારમાં આજે તેજીનો પવન જોવા મળ્યો હતો. સેન્સેક્સે 55 હજારની સપાટી ઓળંગતા રોકાણકારોમાં ખુશાલી વ્યાપી જવા પામી હતી. નિફ્ટીમાં પણ ઉછાળા જોવા મળ્યા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં સામાન્ય નરમાશ રહેવા પામી હતી.
આજે મુંબઇ શેરબજારમાં બંને આગેવાન ઇન્ડેક્સ ઉછાળા સાથે ખૂલ્યા હતા. સેન્સેક્સે ઇન્ટ્રાડેમાં 55,278.19ની સપાટી હાંસલ કરી હતી અને 54,507.41 સુધી નીચે સરક્યો હતો. જ્યારે નિફ્ટી આજે નિફ્ટીએ 16,469.80નું લેવલ હાંસલ કર્યા બાદ 16,243.85 સુધી નીચે સરકી હતી. આજે તેજીમાં બાયોકોન, આઇજીએલ, ક્ધટેનર કોર્પોરેશન સહિતની કંપનીની ભાવોમાં ઉછાળો જોવા મળ્યો હતો.
જ્યારે સન ફાર્મા, ટાટા સ્ટીલ, વૈદાંતા અને એયુઇ સ્મોલ ફાઇનાન્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. બૂલીયન બજારમાં નરમાશ રહી હતી. જ્યારે રૂપિયા સામે ડોલર તૂટ્યો હતો. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 406 પોઇન્ટના ઉછાળા સાથે 55,299 અને નિફ્ટી 115 પોઇન્ટ ઉછાળા સાથે 16,431 પર કામકાજ કરી રહ્યો છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 5 પૈસાની નબળાઇ સાથે 77.38 પર કામકાજ કરી રહ્યો છે.