નૈઋત્યનું ચોમાસુ આ વર્ષે સમય કરતા વહેલું બેસશે અને ચોમાસુ સામાન્ય કરતા સારું રહેશે તેવા પૂર્વાનુમાન તથા છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં થઈ રહેલા સતત ઘટાડાના પગલે શેરબજારમાં આજે ઊઘડતા સપ્તાહે તેજીનો ટોન દેખાયો હતો.આજે સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા.બુલિયન બજારમાં પણ તેજી દેખાઇ હતી.જો કે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં છ પૈસા જેવી નબળાઈ જોવા મળી હતી.
આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં જ શેરબજારમાં તેજી વર્તાઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોન સાથે ખુલ્યા હતા શુક્રવારની તેજી જાણે યથાવત રહેવા પામી હોય તેવું લાગી રહ્યું હતું. આ વર્ષે ચોમાસુ વહેલું અને સારૂ રહેશે એવા પૂર્વાનુમાન અને કોરોના ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યો હોવાના પગલે શેરબજારમાં તેજી પાછી ફરી હોય તેવું જાણકારો માની રહ્યા છે.આજની તેજીમાં એસબીઆઈ, હીરો મોટર્સ ,પાવર ગગ્રીડ જેવી કંપનીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.જેએસ ડબલ્યુ, શ્રી સિમેન્ટ,ટાઈટન અને ટાટા કંપનીના શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં પણ સામાન્ય તેજી વર્તાય હતી.આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસ ૧૯૫ પોઇન્ટ ના ઉછાળા સાથે ૫૦૭૩૬ અને નિફ્ટી ૪૦ પોઇન્ટ ના ઉછાળા સાથે ૧૫૨૧૫ પર ટ્રેડ કરી રહી છે. જ્યારે અમેરિકી ડોલર સામે રૂપિયો ૬ પૈસાના ઘટાડા સાથે ૭૨.૮૮ પર ટ્રેડ કરી રહ્યો છે.