અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં પણ મજબૂત
ભારતીય શેર બજારમાં આજે તેજીનો તોખાર જોવા મળ્યો હતો. સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં મુકયા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો મજબુત બન્યો હતો. બુલીયન બજારમાં પણ તેજી રહેવા પામી હતી.
યુ.એસ.માં રિટેઇલ સેલ્સમાં વધારો થયો છે. જેના કારણે ભારતીય શેર બજારમાં આજે તેજી જોવા મળી હતી. અદાણી ગ્રુપની 10 કંપનીઓ પૈકી નવ કંપનીઓના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે સેન્સેકસે 61500 ની સપાટી ઓળંગી હતી અને 61682.25 ની સપાટી હાંસલ કરી હતી જયારે નીચલી સપાટીએ 61445.41 એ પહોંચી ગયો હતો. જયારે નિફટીએ 18134.75 ની સપાટી મેળવી હતી અને નીચલી સપાટીએ 18061.15 સુધી સરકયો હતો. આજે તેજીમાં બેન્ક નિફટી અને નીફટી મીડકેપ ઇન્ડેકસમાં પણ ઉછાળા રહ્યા હતા.
આજે પી.એલ. ઇન્ડસ્ટ્રીઝ, ટ્રેક મહિન્દ્રા, એમ ફાર્માસીસ, ઓલ એડિટી ટેકનોલોજી, રિલાયન્સ અને અદાણી એન્ટરપ્રાઇઝ સહિતની કંપનીના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જયારે ઇન્ટર ગ્લોબ એપી, વોડાફોન – આઇડીયા, સિતારામ ફાઇનાન્સ અને સીજી ક્ધઝુમર સહિતની કંપનીના શેરના ભાવ મંદિમાં તુટયા હતા.
આજે બુલીયન બજારમાં પણ તેજી જોવા મળી હતી. સોના અને ચાંદીના ભાવ ઉંચકાયા હતા. અમેરિકી ડોલર સામે રૂપિયો મજબુત બન્યો હતો. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 347 પોઇન્ટના ઉછાળા સાથે 61622 અને નિફટી 100 પોઇન્ટના ઉછાળા સાથે 18118 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 16 પૈસાની મજબૂતી સાથે 82.64 પર ટ્રેડ કરી રહ્યો છે.