માર્કેટમાં નિફટી 85 પોઇન્ટ વધીને 19608ની સપાટીને સ્પર્શી
બિઝનેસ ન્યૂઝ
ગઈકાલે માર્કેટમાં મોટા કડાકાએ બાદ આજે વૈશ્વિક દબાણ વચ્ચે પણ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. આજે સેન્સેક્સ 250 પોઇન્ટ ઉછળ્યો છે. તો નિફટીમાં પણ 85 પોઇન્ટનો વધારો નોંધાયો છે.
સપ્તાહના અંતિમ દિવસે સ્થાનિક શેરબજારે યોગ્ય રીતે ટ્રેડિંગ શરૂ કર્યું. આઈટી શેરો પર સતત દબાણ વચ્ચે શુક્રવારે બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. બીએસઇ સેન્સેક્સે 200થી વધુ પોઈન્ટના વધારા સાથે ટ્રેડિંગની શરૂઆત કરી હતી, પરંતુ ટ્રેડિંગની શરૂઆતની મિનિટોમાં જ ફાયદો મર્યાદિત હતો. સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ 130 પોઈન્ટના વધારા સાથે 65,640 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નિફ્ટી લગભગ 50 પોઈન્ટથી મજબૂત હતો અને 19,575 પોઈન્ટની નજીક હતો. બાદમાં સેન્સેક્સ 250 પોઇન્ટના ઉછાળા સાથે 65761ની સપાટીને સ્પર્શયો હતો. જ્યારે નિફટી 85 પોઇન્ટના ઉછાળા સાથે 19608ની સપાટીને સ્પર્શી હતી. અમેરિકન શેરબજારો ગુરુવારે વધીને બંધ થયા હતા. એસએન્ડપી 500 ઇન્ડેક્સ અડધા ટકાથી વધુના વધારા સાથે બંધ થયો હતો. ડાઉ જોન્સ 0.35% વધ્યો. નાસ્ડેક પણ ગઈકાલે 0.83% વધ્યો હતો. 10 વર્ષના યુએસ બોન્ડમાં 15 વર્ષની ઊંચી સપાટીથી નરમાઈ જોવા મળી હતી.
વૈશ્વિક બજારોમાં નરમ વલણ અને સપ્ટેમ્બર એફ એન્ડ ઓ કોન્ટ્રેક્ટના છેલ્લા દિવસે ગઈકાલે સ્થાનિક શેરબજારોમાં વેચવાલી થઈ હતી. વળી, ક્રૂડની કિંમતોમાં પણ વધારો થયો હતો. જેથી સેન્સેક્સ 610 પોઇન્ટ અને નિફ્ટી 19,530ની નીચે બંધ થયો હતો. જેને પગલે રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 2.40 લાખ કરોડનો ઘટાડો થયો હતો. બજારમાં કેપિટલ ગુડ્સ સિવાયના બીએસઇના બધા સેક્ટોરલ ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. સૌથી વધુ વેચવાલી આઇટી, એફએમસીજી, કોમોડિટી, ઓટો અને મેટલ શેરોમાં થઈ હતી.
બીજી તરફ આજે સવારની સ્થિતિએ બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.13-1.44% વધારાની સાથે જોવાને મળી રહ્યા હતા. જ્યારે ઑટો,આઈટી અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વધારા સાથે કારોબાર થઈ રહ્યો હતો.