એક તરફ લગ્નની સિઝન બીજી તરફ સોના- ચાંદીના ઉચા ભાવ!
સોનામાં તેજી હી તેજી જોવા મળી રહી છે. એક તરફ ભાવમાં 1 મહિનામાં 10 ટકાનો ઉછાળો આવ્યો છે. બીજી તરફ લગ્નની સિઝન હોય સોના- ચાંદીના ભાવમાં ઉછાળો હોવા છતાં લોકો જરૂરિયાત મુજબ ખરીદી કરી રહ્યા છે.
દેશમાં લગ્નની સિઝન આવી ગઇ છે. ગત બે વર્ષોમાં કોવિડ 19 મહામારીના કારણે લગ્ન ઓછા થયા હતા. પરંતુ આ વખતે નવેમ્બરથી માંડીને ફેબ્રુઆરી 2023 સુધી રેકોર્ડ તોડ લગ્ન થશે. એક રિપોર્ટ અનુસાર આ સાડા ત્રણ મહિનામાં દેશમાં 32 લાખ લગ્ન થવાના છે. તેની સીધી અસર બજારમાં જોવા મળી. સોના ચાંદીની જ્વેલરીનું રેકોર્ડ બ્રેક વેચાણ થશે. બીજી તરફ શેર બજારની સાથે સોના ચાંદીમાં પણ સતત તેજી જોવા મળી રહી છે. સામાન્ય રીતે શેર બજારમાં ઘટાડા સાથે ચોના ચાંદી ઉપર ચઢે છે. પરંતુ આ વખતે ગોલ્ડ અને સેન્સેક્સ બંને સાથમાં આગળ વધી રહ્યા છે. ગત 1 નવેમ્બરથી માંડીને 15 નવેમ્બર સુધી સોનામાં 2400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી તેજી આવી ચૂકી છે. તો ચાંદી આ દરમિયાન લગભગ 4500 રૂપિયા પ્રતિ કિલો સુધી વધી શકી છે. છેલ્લા એક મહિનાનું સરવૈયું જોઈએ તો સોનાના ભાવમાં 10 ટકા જેટલો ઉછાળો આવ્યો છે.
બીજી તરફ આજ રોજ સોના અને ચાંદીના ભાવમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. આજે 22 કેરેટ સોનાના 1 ગ્રામની કિંમત 4,903 રૂપિયા છે, જ્યારે ગઈકાલની કિંમત 4,913 રૂપિયા હતી, એટલે કે 22 કેરેટ સોનાના 1 ગ્રામની કિંમતમાં 10 રૂપિયાનો ઘટાડો થયો છે.