ભારતીય શેરબજારમાં આજે તેજીની ચમક જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળા રહ્યા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં સામાન્ય નરમાશ રહેવા પામી હતી. રોકાણકારોમાં ભારે ખુશાલી જોવા મળી હતી.
મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી આજે ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતા. સેન્સેક્સે ઉઘડતી બજારે જ 59479.24ની સપાટી હાંસલ કરી લીધી હતી.
જ્યારે નિફ્ટી પણ ઇન્ટ્રાડેમાં 17716.35એ આંબી હતી. બેન્ક નિફ્ટી અને મિડકેપ ઇન્ડેક્સમાં ઉછાળા જોવા મળ્યા હતા. એમરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે નબળો રહ્યો હતો.
બૂલીયન બજારમાં તેજી રહેવા પામી હતી. સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ બેરલના ભાવમાં પણ ઉછાળો રહ્યો હતો. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 310 પોઇન્ટના ઉછાળા સાથે 59395 અને નિફ્ટી 91 પોઇન્ટના ઉછાળા સાથે 17696 પર કામકાજ કરી રહી છે. જ્યારે ડોલર સામે રૂપિયો 5 પૈસાની નરમાશ સાથે 79.85 પર ટ્રેડ કરી રહ્યો છે.