IPOINT LOGO FOR HEADER 1 4 2

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૭૬૮૭.૯૧ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૭૮૯૨.૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૭૮૮૯.૫૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૦.૩૭ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૧૪.૬૮ પોઈન્ટના ઉછાળા સાથે ૩૮૧૦૨.૫૯ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૧૦૨.૦૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૧૧૩૧.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૧૨૯.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૭.૦૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૪.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૨૧૬.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૫૪૭૭૭ ના મથાળેથી ખુલીને રૂ.૫૪૭૯૭ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૫૪૬૩૪ ના નીચા મથાળે નોંધાવી ૧૮૯ પોઈન્ટના ઉછાળે સાથે રૂ.૫૪૭૪૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ.૬૯૭૪૬ ના મથાળેથી ખુલીને રૂ.૭૦૧૪૪ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૬૯૫૬૯ ના નીચા મથાળે નોંધાવી ૨૭૦ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૭૦૦૬૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ખુલતાની સાથે જ સતત બીજા દિવસે ઉછાળો નોંધાયો હતો. સારા ગ્લોબલ સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં આજે શાનદાર તેજી જોવા મળી હતી. વૈશ્વિક મોરચે કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત થઈ રહેલા ચિંતાજનક વધારાની સાથે કોરોનાના ઉપદ્રવને રોકવા ફાર્મા જાયન્ટો દ્વારા કોરોનાની વેક્સિન શોધવામાં મળી રહેલી સફળતાના અહેવાલો વચ્ચે વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે આજે ભારતીય શેરબજારમાં તેજી આગળ વધી હતી. દિગ્ગજ શેરોની સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૩% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે બેઝિક મટિરિયલ્સ, સીડીજીએસ, ફાઈનાન્સ, આઈટી, ઓટો, બેન્કેક્સ, મેટલ અને રિયલ્ટી શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ વધીને કારોબાર કરી રહ્યા હતા. ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૬૨% ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે S&P 500 ૦.૩૬% અને નેસ્ડેક ૦.૩૫% વધીને સેટલ થયા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૧૭૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૫૩૩ અને વધનારની સંખ્યા ૧૫૦૫ રહી હતી, ૧૩૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૩૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના મહામારીએ સમગ્ર વિશ્વના અર્થતંત્રને ભરડામાં લીધું છે. જો કે, આ મુદ્દે ભારતની સ્થિતિ વધુ ગંભીર બની છે. ગત જૂન માસથી શરૂ થયેલા અનલોકના તબક્કા પછી જુલાઈમાં તો ભારતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે અનેક રાજ્યો દ્વારા પોતાની રીતે લોકડાઉન અમલી બનાવાયા છે જેના કારણે અનલોકના પ્રારંભિક તબક્કામાં જોવા મળેલ અર્થતંત્રની વૃદ્ધિ ફરી એકવાર રૂંધાઈ છે. તો બીજી તરફ ભૂ-રાજકીય પડકારો પણ ઉભા થયેલા છે. માર્ચ માસના અંતથી અમલી બનેલ લૉકડાઉનના પગલે તમામ સ્તરે આર્થિક ગતિવિધિઓ ઠપ્પ થઈ જતાં તેની સરકારી તિજોરી પર પ્રતિકૂળ અસર થવા પામી છે. સરકાર દ્વારા સંપૂર્ણ વર્ષ માટે ૧૬.૩૫ લાખ કરોડની વેરાની આવકોનું લક્ષ્યાંક મુકાયું છે તેમાંથી ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ માસમાં માત્ર ૮% જેટલી જ આવક થઈ છે. વેરાની આવકો ઘટવાની બીજી તરફ કોર્પોરેટ આવકોમાં પણ ૨૩% ઘટાડો થયો છે. સરકાર દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટનો પણ ઉંચો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો હતો પરંતુ કોરોનાના કારણે આ પ્રક્રિયા પણ ખોરવાઈ જવા પામી છે. આમ, તમામ સ્તરે સરકારી આવકમાં ઘટાડો નોંધાયો છે. આમ, આ બધા મુદ્દાને જોતાં આગામી સમયમાં અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર થતી જોવાશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

  • એશિયન પેઈન્ટ ( ૧૭૨૭ ) :- પેઈન્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૦૭ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૬૯૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૪૪ થી રૂ.૧૭૬૦ સુધી તેજી તરફી ધ્યાન…!!!
  • લુપિન લિ. ( ૯૩૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૧૯ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૫૩ થી રૂ.૯૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ઓરબિન્દો ફાર્મા ( ૮૭૫ ) :- રૂ.૮૬૪ નો પ્રથમ તેમજ રૂ.૮૫૮ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૮૮ થી રૂ.૮૯૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • એક્સિસ બેન્ક ( ૪૩૬ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૪૭ થી રૂ.૪૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૪૧૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાટા સ્ટીલ ( ૩૬૭ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૪૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સ્ટીલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૭૭ થી રૂ.૩૮૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.