IPOINT LOGO FOR HEADER 1 4 1

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૬૯૩૯.૬૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૭૦૯૨.૮૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૬૯૮૭.૭૩ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૩૬.૯૭ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૭૦.૫૭ પોઈન્ટના ઉછાળા સાથે ૩૭૩૧૦.૧૭ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૦૯૧૩.૪૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૦૯૪૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૦૯૧૨.૩૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૦.૪૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૭.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૦૯૮૦.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૫૪૨૨૩ ના મથાળેથી ખુલીને રૂ.૫૪૨૨૩ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૫૩૮૫૧ ના નીચા મથાળે નોંધાવી ૧૪૬ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૫૩૮૫૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ.૬૫૮૯૬ ના મથાળેથી ખુલીને રૂ.૬૫૯૯૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૬૫૭૦૨ ના નીચા મથાળે નોંધાવી ૧૪૫ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૬૫૮૯૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત તેજી સાથે થઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની આજે મળનારી ધિરાણ નીતિ સમીક્ષા મીટિંગ પૂર્વે ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ગઇકાલે મોટું ઓફલોડિંગ કર્યા બાદ આજે ખરીદી નોંધાતા આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૮૯% ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે S&P 500 ૦.૭૨% અને નેસ્ડેક ૧.૪૭% વધીને સેટલ થયા હતા. વૈશ્વિક મોરચે અમેરિકામાં પ્રમુખની ચૂંટણી નવેમ્બરમાં યોજાશે તેવી વ્હાઈટ હાઉસની આવી પડેલી સ્પષ્ટતાને પગલે ડોલર ઈન્ડેકસમાં વધારો જોવાયો હતો અને ગોલ્ડના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. કોરોનાવાઈરસને કારણે જોવાઈ રહેલી આર્થિક મંદીને પગલે ક્રુડ ઓઈલમાં પણ નરમાઈ રહી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૨% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે માત્ર હેલ્થકેર અને આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ વધીને કારોબાર કરી રહ્યા હતા. સરકાર દ્વારા ગત સપ્તાહમાં એમએસએમઈ લોનનો ફાયદો વઘુ ટર્નઓવર ધરાવતી કંપનીઓને પણ આપવાના નિર્ણય લઈ લોન ગેરંટી સ્કિમનું પરિસર વિસ્તારીને મોટા એમએસએમઈઝ અને વ્યક્ગિતઓ સુધી આપવાનું નક્કી કરી આ સ્કિમ હેઠળ લોનના લાભ માટે મિડિયમ, સ્મોલ અને માઈક્રો ફાઈનાન્સ કંપનીઓને લાભની કંપનીઓના ટર્નઓવરની સીલિંગ રૂ.૧૦૦ કરોડથી વધારીને રૂ.૨૫૦ કરોડ કર્યા સામે બેંકિંગ-ફાઈનાન્સ કંપનીઓની એનપીએમાં આગામી દિવસોમાં જંગી વધારો થવાના અંદાજો વચ્ચે ગઇકાલે ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં મોટું ઓફલોડિંગ કર્યું હતું. આ સાથે વૈશ્વિક મોરચે પણ અમેરિકા-ચાઈના વચ્ચે ટેન્શન સાથે ભારત અને ચાઈના વચ્ચે પણ સરહદે વધતાં તણાવની પરિસ્થિતિએ સાવેચેતીમાં ફંડોએ ઈન્ડેક્સ બેઝડ તેજીનો વેપાર હળવો કર્યો હતો.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૧૩૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૬૯ અને વધનારની સંખ્યા ૧૩૨૦ રહી હતી, ૧૪૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૩૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૯૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતમાં ૨૫ માર્ચે લોકડાઉન શરૂ થયું હતું. મે મહીનામાં લોકડાઉન હળવું કરવાની શરૂઆત થઈ હતી. તેને લીધે માંગમાં સુધારો નોંધાયો હતો. જોકે, કેટલાંક રાજ્યોમાં કોરોનાના કેસમાં નવેસરથી વૃદ્ધિને કારણે ફરી સ્થાનિક સ્તરે શટડાઉન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિમાં રિકવરીનો સંકેત હતો. જોકે, સ્થાનિક સ્તરે લોકડાઉનથી ત્યાં પણ વૃદ્ધિ મંદ પડી છે. કેટલાંક રાજ્યોએ લાગુ કરેલા મિની લોકડાઉનને કારણે ભારતીય બેન્કો અને નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓમાં પણ જુલાઈ મહિનામાં વૃદ્ધિમાં અણધાર્યો ઘટાડો જોવા મળ્યો છે. કોવિડ – ૧૯ના કેસમાં નવેસરથી વૃદ્ધિને કારણે ચાલુ મહિને મોટા ભાગની કંપનીઓનાં ધિરાણ અને ટ્રાન્ઝેક્શન્સમાં ઘટાડો નોંધાવ્યો છે. રેટિંગ એજન્સી ઇકરાએ પણ ભારત માટે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧નો GDPનો અંદાજ અગાઉના -૫%થી ઘટાડી -૯.૫% કર્યો છે. આગામી દિવસોમાં રિઝર્વ બેંકની નીતિ સમીક્ષા બેઠક, કંપનીઓના ત્રિમાસિક પરિણામો સહિતના વગેરે પરિબળો ભારતીય શેરબજારની ચાલ નિર્ધારિત કરે તેવી શક્યતા છે. રિઝર્વ બેંકની નીતિ સમિતિની ૩ દિવસની બેઠક આજ રોજથી શરૂ થશે. બેઠકના પરિણામોની ઘોષણા ૬ ઓગસ્ટે કરવામાં આવશે તેમજ કોવિડ – ૧૯ના વધતાં કેસો અને અમેરિકા-ચીન સંબંધોના આધારે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

  • મુથુત ફાઈનાન્સ ( ૧૨૯૦ ) :- ફાઈનાન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૨૭૩ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૨૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૦૯ થી રૂ.૧૩૩૦ સુધી તેજી તરફી ધ્યાન…!!!
  • બાટા ઈન્ડિયા ( ૧૨૬૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૪૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૨૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૭૭ થી રૂ.૧૨૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • લાર્સન લિ. ( ૯૧૪ ) :- રૂ.૯૦૩ નો પ્રથમ તેમજ રૂ.૮૮૮ ના બીજા સપોર્ટથી કન્સ્ટ્રકશન સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૩૩ થી રૂ.૯૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૪૫૩ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૬૪ થી રૂ.૪૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૪૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સેન્ચુરી ટેક્સટાઇલ ( ૩૦૩ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૨૮૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પેપર અને પેપર પ્રોડક્ટ્સ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૧૩ થી રૂ.૩૨૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.