બેબી ફીડીંગ રૂમની સાથે સાથે એલસીડી, ફ્રિઝર, પાણી ઉકાળવાની સુવિધા, સામાન મૂકવાની સુવિધા અને બેબી ટોયલેટ સીટ પણ છે આ બુલેટ ટ્રેનમાં

ગુજરાતની સાથે સાથે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બનેલી અમદાવાદ-મુંબઈને જોડતી બુલેટ ટ્રેનમાં યાત્રીઓ માટે ઘણી બધી સુવિધાઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં બાળકોને ફીડીંગ કરાવવા માટે અલગ રૂમ, બિમાર લોકો માટે સ્પેશ્યલ સુવિધા અને પુરૂષો તેમજ મહિલાઓ માટે અલગ અલગ શૌચાલય બનાવાશે. ભારતીય રેલવેમાં આ સુવિધાઓ પહેલી વાર આપવામાં આવશે બધી જ ટ્રેનોમાં ૫૫ સીટ બિઝનેસ કલાસ અને ૬૯૫ સીટ સ્ટેંડર્ડ કલાસ માટે આરક્ષીત હશે. ટ્રેનમાં મુસાફરોનો સામાન મુકવા માટે જગ્યા આપવામાં આવશે. ઈ૫ શિકનસેન સીરીઝ બુલેટ ટ્રેનમાં બેબી ચેઝીંગરૂમની પણ સુવિધાઅપાશે જેમાં બેબી ટોયલેટ સીટ, ડાયપર ડિસ્પોઝલ અને બાળકોને હાથ ધોવા માટે ઓછી ઉંચાઈ વાળા સિંક લગાવવામાં આવશે.

વ્હીલચેર વાળા યાત્રીઓ માટે મોટી જગ્યાવાળા ટોયલેટની સુવિધા અપાશે રેલવે દ્વારા બુલેટ ટ્રેન માટેની અંતિમ રૂપરેખાના ભાગરૂપે ૭૫૦ સીટોવાળા ઈ૫ શિકનસેન એક નવા જમાનાની હાઈસ્પીડ ટ્રેન છે.

આમ વાલ માઉટેડ ટાઈપ યુરિનલની સુવિધા આપવામાં આવશે. ડબ્બામાં આરામદાયક સ્વચાલીત ફરતી સીટ હશે ટ્રેનમાં ફીઝર, હોટકેસ, પાણી ઉકાળવાની સુવિધા ચા અને કોફી બનાવવાનું મશીન અને બીઝનેસ કલાસમા ટેંડટીવલ વર્મરની સુવિધા પ્રદાન કરાશે. ડબ્બામાં એલસીડી સ્ક્રીન લગાવવામાં આવશે જયાં તમે જયા છો તે સ્ટેશન, આવનાર સ્ટેશન, જવાનું અને આગળનું સ્ટેશન પહોચવા માટેનો સમય એ બધી જ જાણકારી અપાશે.

મોદી સરકારની પહેલી બુલેટ ટ્રેન યોજના અંતર્ગત રેલવે ૫૦૦૦ કરોડ રૂપીયામાં જાપાન પાસેથી ૨૫ ઈ૫ સિરીઝની બુલેટ ટ્રેન ખરીદવાની તૈયારીમાં છે.

મુંબઈ અમદાવાદ કોરીડોરનો મોટાભાગનો હિસ્સો અલિવેઢેડ હશે જેમાં થાણેથી વિરાર સુધી ૨૧ કીમીનું અંતર સમુદ્રની અંદર બનાવાશે. એક અધિકારીને વધુમાં જણાવ્યું કે બુલેટ ટ્રેનની ડીઝાઈનને લાંબી નાકના આકારનું રાખવામાં આવ્યું છે. ત્યારે એક હાઈસ્પીડ ટ્રેન સુરંગમાંથી બહાર નીકળે છે. ત્યારે સુક્ષ્મ દબાણ તરંગો પેદા થાય છે. જેના કારણે ખૂબજ મોટો અવાજ આવે છે. અને તે અવાજને ઓછો કરવા આ પ્રકારની ડિઝાઈન તૈયાર કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.