દુનિયાના રેલ કોરિડોરમાં અમદાવાદ-મુબંઈ વચ્ચે પ્રવાસ કરતા મુસાફરોની સંખ્યા બીજા નંબરે છે. પ્રથમ નંબરે સંખ્યાની દ્રષ્ટિએ જાપાનના ઓસાકા-ટોક્યો વચ્ચેનો રેલરૂટ આવે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ-બેંગાલુરુના પ્રોફેસર અને ડિરેક્ટર જી. રઘુરામે આ તથ્ય પોતાની રીસર્ચ સ્ટડી ‘ડેડિકેટેડ હાઈસ્પીડ રેલ નેટવર્ક ઇન ઇન્ડિયાઃ ઇશ્યુ ઈન ડેવલોપમેન્ટ’માં જણાવ્યું છે. તેમના જણાવ્યાનુસાર આ રૂટ પર રોજની 80 ટ્રીપ મારે તો જ આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નાણાંકીય રીતે આગળ વધી શકશે.
રઘુરામ, જેઓ માને છે કે બુલેટ ટ્રેનના નેટવર્ક માટે ફક્ત ઇકોનોમિકલ બાજુ જ ધ્યાન પર લેવી જોઈએ તેવું નથી. હાઇસ્પીડ ટ્રેન નેટવર્કથી આ રૂટ પર મુસાફરોની સંખ્યામાં પણ વધારો થશે. તેમણે વધુમાં કહ્યું કે, આ પ્રોજેક્ટથી કમાણી કરવા માટે 15 વર્ષ બાદ પણ સરકારે દરરોજની 100 જેટલી ટ્રીપ મારવી પડશે. આ ટ્રીપ અશક્ય નથી કેમ કે આ રૂટ વિશ્વનો બીજા નંબરનો સૌથી બીઝી રૂટ છે.
તેમણે કહ્યું કે, ‘બુલેટ ટ્રેન આપણા માટે આર્થિક દ્રષ્ટીએ કાર્યક્ષમ છે કે નહીં તેનું એલાસીસ કરવા કરતા હાલ ટાઇમ આવી ગયો છે કે આપણે વિશ્વના 6-7 દેશોમાં અપનાવેલી હાઈસ્પીડ ટ્રેન ટેક્નોલોજીને અપનાવીએ.’ તેમણે વધુમાં કહ્યું કે જો આપણે યોગ્ય અને એફોર્ડ થઈ શકે તેવું ભાડુ રાખવામાં સફળ થશું તો લોઅર ઇન્કમ ગ્રૂપમાં આવતા લોકો પણ આ ટ્રેનમાં મુસાફરી કરવા તૈયાર થશે.
રિપોર્ટમાં જણાવ્યાનુસાર અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ખર્ચ 1.20 લાખ કરોડ રૂપિયા છે. જાપાન અંદાજે 0.1 ટકાના દર પર 50 વર્ષ માટે અંદાજે 88000 કરોડ રૂપિયાની લોન આપી રહ્યું છે. મેક ઇન ઇન્ડિયાની અંતર્ગત દેશમાં 2025 સુધીમાં સસ્તી બુલેટ ટ્રેનો બનશે. આથી ઇમ્પોર્ટના પૈસા બચશે. આ પ્રોજેક્ટમાં ટ્રેન-ટ્રેક-ઇન્ફ્રાસ્ટ્રકચર પર દર કિલોમીટર માટે 263 કરોડ રૂપિયા લાગશે. જાપાન 15 વર્ષના મૉરટોરિયમ પીરિયડ આપ્યો છે. રેલવેને રેવન્યુનો ઉલ્લેખ ઑપરેશન રન થવાના 16મા વર્ષથી કરવો પડશે. શરૂઆત જો 10 કોચવાળી 35 બુલેટ ટ્રેનથી થશે. એક બુલેટ ટ્રેનમાં 750 લોકો મુશાફરી શકશે. બાદમાં 1200 લોકો માટે 16 કોચ હશે. 2050 સુધીમાં ટ્રેનોની સંખ્યા વધીને 105 કરવાનો પ્લાન છે. બુલેટ ટ્રેનોમાં દરરોજ 36000 પેસેન્જર મુસાફરી કરી શકશે. આ ટ્રેનો દરરોજ 70 ફેરા મારશે.
રિપોર્ટમાં દર્શાવ્યું છે કે જો રેલવે 100 રૂપિયા કમાય છે તો 20 કે પછી 40 રૂપિયા ઑપરેટિંગ કોસ્ટ પર ખર્ચ થશે. બાકી વધેલો હિસ્સો ઇંટ્રેસ્ટની સાથે લોન ચૂકવવા પર ખર્ચ થશે. જો દરરોજ 88000-118000 પેસેન્જર્સ મુસાફરી કરશે તો જ તેનો ખર્ચ નીકળી શકશે. શરૂઆતમાં 2700થી 3000 રૂપિયાની વચ્ચે ભાડું હોઇ શકે છે.