સરકારી ખરાબામાં થયેલા દબાણો તંત્ર દ્વારા દૂર કરી 50 કરોડ કરતા વધુ કિંમતની જમીન ખુલ્લી કરાવાઈ

મોરબી જિલ્લામાં ઠેર ઠેર સરકારી જમીન પર કબજો જમાવી બેસેલા લોકો પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને કરોડો રૂપિયાની કિંમતની જમીનો તંત્ર દ્વારા ખુલ્લી કરવામાં આવી છે.

મોરબીના રવાપર ગામની સીમ મા આવેલ સરકારી ખરાબાની જગ્યા તથા આજુબાજુના તમામ સરકારી ખરાબાની 10 વીઘા જેટલી જમીન પર કાચા તથા પાકા ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવ્યા હોવાથી મોરબી રવાપર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા નોટિસ આપવામાં આવી હતી પરંતુ નિયત સમયમાં નોટિસનો યોગ્ય જવાબ કે આપ મેળે દબાણ હટાવવામાં આવ્યા ન હતા જેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે અને મોરબી મામલતદાર નિખિલ મેહતાની હાજરી માં સરકારી ખરાબામાં થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને 50 કરોડ કરતા વધુ ની કિંમતની જમીનો ખુલ્લી કરાવવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે,મોરબીના રવાપર ગામમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા અગાઉ પણ ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી હતી.  જે સરકારી તંત્રે સાંભળી ચૂંટણી પૂર્વે દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.