જિલ્લા પોલીસ વડા-મામલતદારની આગેવાનીમાં સૈયદ જીનત બીબીમાં નાગાણીની દરગાહનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલીશન કરાયું
જામનગર શહેરમાં ગઇકાલે મોડી રાત્રે સજુબા કન્યા શાળા ખાતે આવેલ સૈયદ જીનત બીબીમાં નાગાણીની દરગાહ મોડી રાત્રે જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને મામલતદારની આગેવાનીમાં દરગાહ પર એકાએક બુલડોઝર ફેરવી ડિમોલીશન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરના પોલીસ શાખા, એલસીબી, એસઓજી, સિટી એ-બી-સી ડિવીઝન પોલીસ કાફલા સાથે ચુસ્ત બંદોબસ્તમાં સૈયદ જીનત બીબીમાં નાગાણીની દરગાહ પર બુલડોઝર ફેરવી ડિમોલીશન કરી તોડી પાડવામાં આવ્યું છે.
ગઇકાલે મોડી રાત્રે સજુબા કન્યા શાળામાં જીલ્લા પોલીસ વડા તથા મામલતદારની આગેવાનીમાં સૈયદ જીનત બીબીમાં નાગાણીની દરગાહનું ડિમોલીશન ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાયો હતો. સજુબા સ્કુલમાં ગઇકાલે મોડી રાત્રે ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સ્કૂલમાં આવેલ ગેરકાયદેસર દરગાહનું દબાણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવ્યું હતું. સ્કૂલ કેમ્પસમાં બનેલી ગેરકાયદે દરગાહ પર બુલડોઝર ફરી વળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, જામનગરમાં શુક્રવારે મોડી રાતે ઝડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે સજુબા હાઇસ્કૂલ કે જે 90થી વધુ વર્ષ થયા હજુ અડીખમ છે. તેના પટાંગણમાં દરગાહ આવેલી છે. તેને તોડી પાડવામાં આવી હતી. મોડી રાતે એસપી અને એસડીએમ સહિતના અધિકારીઓની આગેવાનીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા સહિત ઊચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ દરગાહ ગેરકાયદેસર હતી તે તોડી પાડવામાં આવી છે. જેસીબી સહિતની મશીનરી તેમજ 200થી વધુ પોલીસનો કાફલો સ્થળ પર હાજર હતો. હાલ કોઇ અનિચ્છનીય બનાવ બન્યો નથી.