- ગોવિદપરમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સો સામે પોલીસની કાર્યવાહી
- આરોપીઓએ સરકારી જમીન પર બનાવેલી ગેરકાયદે દુકાનો પર ફેરવ્યું બુલડોઝર
- બસ સ્ટેશનની બાજુમાં સરકારી પડતર જમીન પર બનાવી હતી ગેરકાયદે દુકાનો
રાપરના ગોવિંદપર ગામમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બે આરોપીઓએ સરકારી જમીન પર બનાવેલી ગેરકાયદે દુકાનો પર બુલડોઝર ફેરવ્યું છે. આ કાર્યવાહી મહેન્દ્રસિંહ સોઢા અને નાગજી ભરવાડ સામે કરવામાં આવી છે. બંને આરોપીઓએ ગોવિંદપર બસ સ્ટેશનની બાજુમાં સરકારી પડતર જમીન પર ગેરકાયદે દુકાનો બનાવી હતી. જે દુર કરવામાં આવી છે.
મહેન્દ્રસિંહ સોઢા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ચાર ગુના નોંધાયેલા છે. આ ગુના આડેસર અને રાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. બીજી તરફ, નાગજી ભરવાડ સામે મારામારી અને પશુ સંરક્ષણ ધારા હેઠળ ત્રણ ગુના દાખલ થયેલા છે. પોલીસે આ બંને આસામાજિક તત્વોએ ગેરકાયદેસર રીતે કબજે કરેલી જમીન પરથી દુકાનો તોડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.
અનુસાર માહિતી મુજબ, કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ગોવિંદપર ગામમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બે આરોપીઓએ સરકારી જમીન પર બનાવેલી ગેરકાયદે દુકાનો પર બુલડોઝર ફેરવ્યું છે. તેમજ આ કાર્યવાહી મહેન્દ્રસિંહ સોઢા અને નાગજી ભરવાડ સામે કરવામાં આવી છે. બંને આરોપીઓએ ગોવિંદપર બસ સ્ટેશનની બાજુમાં સરકારી પડતર જમીન પર 10×10 ફૂટની ગેરકાયદે દુકાનો બનાવી હતી.
મહેન્દ્રસિંહ સોઢા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ચાર ગુના નોંધાયેલા છે. આ ગુના આડેસર અને રાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. બીજી તરફ, નાગજી ભરવાડ સામે મારામારી અને પશુ સંરક્ષણ ધારા હેઠળ ત્રણ ગુના દાખલ થયેલા છે. પોલીસે આ બંને આસામાજિક તત્વોએ ગેરકાયદેસર રીતે કબજે કરેલી જમીન પરથી દુકાનો તોડી પાડી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી છે.
અહેવાલ : ગની કુંભાર