- દક્ષિણ મામલતદાર જે.વી.કાકડીયાની ટીમનું ઓપરેશન : સરકારી ખરાબાની 3 હજાર વાર જેટલી કિંમતી જગ્યા ઉપર ખડકાયેલા દબાણોનો કડુસલો બોલાવી દેવાયો
જિલ્લા કલેકટર તંત્ર દ્વારા આજે સતત બીજા દિવસે ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં મવડી વિસ્તારમાં સરકારી ખરાબાની અતિ કિંમતી જમીન ઉપર ખડકાયેલા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું.
જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ ગઈકાલે લોધિકાના રાવકી ગામે સરકારી જમીન ઉપર ઉભા કરવામાં આવેલા દબાણો સામે ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા બાદ આજે દક્ષિણ મામલતદાર તંત્ર દ્વારા મવડીમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.moved
જેમાં દક્ષિણ મામલતદાર જે.વી.કાકડીયાની ટિમ દ્વારા મવડીના સરકારી ખરાબા રે.સ. 194 પૈકીની અતી કિંમતી જમીન અંદાજે બજાર કિંમત 21 કરોડ છે તે 3000 વાર જગ્યા ઉપર ખડકાયેલા છુટા છવાયા દબાણો દૂર કરવા પોલીસ બંદોબસ્ત સાથે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સ્થળ ઉપર પહોંચી મામલતદાર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.