યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 14 વર્ષથી સતત દિવ્યાંગોમાં રહેલી રમત ગમતની પ્રતિભાને બહાર લાવીને તેમને ક્ષત્રીય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર પહોચાડવાની કામગીરી કરે છે તેમ જ પેરાલિમ્પિક કમીટી ઓફ રાજકોટ અને મોરબી જીલ્લા તરીકે ફરજ નિભાવે છે.
માર્ચ મહિનામાં યોજનારી વિવિધ નેશનલ ગેમ્સમાં સંસ્થાના 7 દિવ્યાંગો પામ્યા છે. 19મી નેશનલ પેરા-એથ્લેટીકસ ચેમ્પિયનશીપ 2020-21, સ્પર્ધા તા. ર4 થી ર7 માર્ચ 2021 ના નહેરુ સ્ટેડીયમ ચેન્નઇ, તમિલનાડુ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધા માટે પુરુષોમાં દીપકભાઇ વાઘેલા, કેટેગરી ટી-44 માં 100મી દોડ, ર00મી. દોડ અને ભાલાફેંક રમતો માટે પસંદગી પામ્યા છે. અન ઓથોપેડીંક દિવ્યાંગ મહિલાઓમાં સોનલબેન વસોયા, એફ-પપ કેટેગરીમાં ભાલાફેંક, ગોળાફેક અને ચક્રફેક માટે પસંદગી
પામેલ છે. જયારે પ્રજ્ઞાચક્ષુ બહેનોની કેટેગરી જયોતિ બાલાસરા ગોળાફેંક, લાંબી કુદ અને 400 મીટર દોડ માટે પસંદગી પામેલ છે.
ર0મી નેશનલ પેરા પેરા-સ્વીમીંગ ચેમ્પિયશીપ 2020-21 સ્પધા તા. ર0 થી રર માર્ચ 2021 ના સ્વીમીંગ માઉન્ટ લીટેરા ઝી સ્કુલ: બેગ્લોર ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં પુરૂષોમા જીગરભાઇ ઠકકર, કેટેગરીમાં પસંદગી પામેલ છે જયારે દીવ્યાંગ મહિલાઓમાં ઇન્દ્રેશબેન પલાણ એસ-9, ર00 આઇ.એમ. પ0 બેક અને 100 બેંક સિલેેકટ થયેલ છે.
18મી સીનીયર અને 14મી જુનીયર નેશનલ પેરા પાવર લીફટીંગ ચેમ્પિયનશીપ 2021નું 19 થી ર1 માર્ચ ક્રાંતિવીર સ્ટેડીયમ, બેગ્લોર ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં દિવ્યાંગ પુરુષોમાં રામભાઇ બાંભવા 7ર કેજીની કેટેગરીમાં સીલેકટ થયેલ છે. જયારે દિવ્યાંગ મહીલાઓમાં ઇલાબેન દેવમુરારી 73 કેજીની કેટેગરીમાં સીલેકટ થયા છે. આ વર્ષે ઉપરોકત પાવન લીફટીંગ સ્પર્ધામાં ભાગ લેતા દીવ્યાગોને રોટરી કલબ ઓફ રાજકોટ મેટ્રો દ્વારા સ્પેોન્સરશીપ આપવામાં આવેલ છે. રમતગમત ની સ્પર્ધામાં ભાગ લેતા દીવ્યાંગજનોને સ્પોન્સરશીપ આપવા અપીલ કરેલ છે આ માટે મો. નં. 92778 07778 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.