રાજકોટ જિલ્લા પંચાયતમાં આવેલ આરોગ્ય વિભાગની બિલ્ડીંગ જાણે મોતના બીછાને હોય તેવુ તસવીરમાં સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે. વરસાદી માહોલમાં ઓફિસમાં પોપડા પડે છે તો ઉપરના બે માળમાં ઓફિસ થઈ થાય છે. તંત્રએ ધ્યાન ન આપતા કર્મચારીઓએ સ્વખર્ચે રીપેરીંગ કરાવ્યું. કર્મચારીઓની સુરક્ષા અંગે પ્રશ્ર્નાર્થ ?રાજકોટ જિલ્લા પંચાયતના સંકુલમાં આવેલ આરોગ્ય વિભાગની બિલ્ડીંગ એટલી હદે જર્જરીત બની છે કે અહીં કર્મચારીઓ પર સતત ભયનો ખતરો મંડરાઈ રહ્યો છે. આરોગ્ય વિભાગની બિલ્ડીંગમાં મેલેરિયામાં ૧૧ કર્મચારી, ૩ આયુર્વેદીક સ્ટાફ અને ૫ ટેકનીકલ સહિત ૨ ટોબેકો કર્મચારીઓ મળીને કુલ ૨૧ કર્મચારીઓ ઉપરના બે માળમાં ઓફિસ કામ કરતા હોય છે ત્યારે તંત્ર દ્વારા વર્ષો જુની આ બિલ્ડીંગમાં વરસાદી સીઝનમાં વીવીડીસીના ક્ધસલ્ટન્ટ કોમલબેન નાકરાણી ટેબલ પર બેઠા હતા ત્યારે સાંજના સમયે છત પરથી પોપડુ પડયું હતું.જેનાથી માંડ-માંડ કોમલબેન બચ્યા હતા. તો મેલેરીયા ફીલ્ડ વર્કર લીંબાસીયાના જણાવ્યા અનુસાર બીજા માળ પર ઉભા હોય ત્યારે વિજળીના કડાકા થાય ત્યારે ઓફિસ ફલોર પર ધ્રુજારી થતી હોય છે અને ઓફિસમાં વરસાદના પાણીના ખાબોચીયા ભરાઈ જાય છે અનેકવાર રજુઆતો કરી હોવા છતા કોઈ આ બાબતની નોંધ લેતુ નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.