ટેક્નિકલ પરવાનગી બાદ ઉદ્યોગો 16.50 મીટરની ઉંચાઈ વધારી શકશે
સરકાર ઉદ્યોગોને વધુને વધુ સહુલત આપવા માટે તેમની દરેક માંગણીઓને પૂર્ણ કરી રહી છે ત્યારે ગુજરાતમાં ઔદ્યોગિક યુનિટો પોતાના બિલ્ડીંગની ઊંચાઈ વધારવા માટેની રજૂઆત સરકારને કરી હતી જે બાદ સરકારે સકારાત્મક વલણ દાખવતા આ નિર્ણય ઝડપભેર લેવામાં આવશે તેવું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે. આ નિર્ણય આવતા ની સાથે જ ઉદ્યોગો 16.50 મીટરની હાઈટ વધારી શકશે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઊંચાઈ વાળા ઉદ્યોગિક યુનિટો માટે ફાયદા રૂપ નીવડશે. સ્ટેટ અર્પણ ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ અંગે રાજ્યના ચીફ ટાઉન પ્લાનર ને લેખિત અરજી કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે ઉદ્યોગોને તેની બિલ્ડીંગની હાઈટ વધારવા દેવામાં આવે સાથે જે ઉદ્યોગો જીડીસીઆરના નિયમોનું પાલન કરતા હોય તેઓને. એટલું જ નહીં અર્બન ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટ એ આ અંગે રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય ખાતે પણ પ્રપોઝલ મૂક્યું હતું અને 16.5 મીટર બિલ્ડીંગ હાઈટની લિમિટ વધારવા પણ માંગ કરી હતી.
અર્બન ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર જે કોઈ ઔદ્યોગિક યુનિટોમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર નું ઇન્સ્પેક્શન, સ્ટ્રકચરલ સ્ટેબિલિટી, ફાયર એનઓસી જેવી જરૂરી તમામ દસ્તાવેજો યોગ્ય હોય તો છે તે ઉદ્યોગોને ટેકનિકલ માન્યતા આપવું જોઈએ. મિત્રો દ્વારા મળતી માહિતી મુજબ આવનારા સમયમાં બિલ્ડીંગની હાઈટ વધારવામાં આવશે. રાજ્યના ઔદ્યોગિક મંત્રી બળવંતસિંહ રાજપૂતે ઉદ્યોગોના પ્રતિનિધિત્વ કરનાર લોકો સાથે આ અંગે મંત્રના કરી હતી અને સરકાર ઝડપભેર આ અંગેનો નિર્ણય લેશે તેઓ આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.