અમદાવાદના જગતપુર વિસ્તારમાં આવેલા ગણેશ ફ્લેટમાં ભિષણ આગ લાગી છે. ઘટનાની જાણ થતા ફાયર ફાઇટરની 6 ગાડીઓ સ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે આ ઘટનામાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. જેમાથી 15 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ ઘટનામાં ગેસનો બાટલો ફાટતા આગ લાગી હોવાનું આનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
સુરતની ઘટનામાં ફાયર ટીમ પાસે અદ્યતન સાધનોની કમી હતી પરંતુ અહીં સ્થિતિ વિપરીત છે. અમદાવાદ ટીમ પાસે અદ્યતન સાધનો તો છે પરંતુ એને સારી રીતે ઓપરેટ કરનાર ઓપરેટર ન હોવાની સ્થિતિ પણ સામે આવી છે. સ્કાયલિફ્ટ હોવા છતાં તે ઓપરેટ ન કરી શકાતાં ફાયર જવાનો દ્વારા મેન્યુઅલી રીતે ફસાયેલા લોકોને બચાવવા પ્રયાસ કરાઇ રહ્યો છે