NDRFની તી સહીત પબ્લિક પણ બચાવ કામગીરીમાં જોડાઈ
જૂનાગઢમાં વરસાદે તારાજી સર્જ્ય બાદ પણ લોકો હજુ રાહતનો સ્વાસ નથી લઇ શક્યા. અતિભારે વરસાદ બાદ પાણી તો ઓસરી ગયા પણ આજે બપોરે જૂનાગઢમાં એક ઈમારત ધરાશાયી થયી હોવાના અહેલાઓ સામે આવ્યા છે જેમાં આશરે ૪-૫ લોકો એમાં દટાયા છે, તેમજ બપોરનો સમય હોવાને કારણે ત્યાં મોટી સંખ્યામાં વાહનો પણ પાર્ક કરેલા હોવાથી એ તમામ વાહનો એ ઈમારત ધરાશાયી થતા તના કાટમાળમાં દટાયા હોય એવું જાણવા મળે છે.
ઈમારત ધરાશાયી થયા બાદ NDRFની ટીમ ઘટના સ્થળે પહોચી બચાવ કામગીરી શરુ કરી દીધી છે. પરંતુ કાટમાળ નીચેથી હજુ બચાવો બચાવોના અવાજો આવી રહ્યા હોવાથી બચાવ કામગીરી વધુ ઝડપી કરવામાં આવી છે. આ બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડ, પોલીસ તેમજ પબ્લિક પણ જોડાઈને NDRFની ટીમને મદદરૂપ થયી રહી છે. જુનાગઢ ડેપ્યુટી મેયરના જણાવ્યા અનુસાર વરસાદી માહોલમાં આ ઈમારત માટે અગાઉ જ નોટીસ મોકલવામાં આવી હતી.