સિમેન્ટ કંપનીઓ દ્વારા કાર્ટેલ કરીને કોઇ વ્યાજબી કારણ વગર અચાનક ભાવ વધારો કરાતા કલેકટરને આવેદન
સિમેન્ટ, સ્ટીલ તેમજ બાંધકામને લગતી મોટા ભાગની વસ્તુઓમાં કંપનીઓ દ્વારા જાણી જોઇને કમ્મર તોડ અચનાક ભાવ વધારો જિંકી દેવામાં આવતા બિલ્ડરો દ્વારા તેનો સખ્ત વિરોધ કરવામાં આવ્યો છે. આજે બિલ્ડરો દ્વારા ભાવ વધારા સામે હડતાલ પાડવામાં આવતા સમગ્ર રાજયમાં ૨૨ હજારથી પણ વધુ સાઇટો પર કામ બંધ રહ્યું હતું. આ એક દિવયસીય હડતાલથી સાથે સાથે બિલ્ડરોએ આજે કલેકટરને આવેદન આપી અને આ બાબતે તકતાલીક પગલા લેવા આવેદન આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્વારા આત્મનિર્ભર ભારતનું સપનુ જોવામાં આવ્યું છે પરંતુ આ સપના સાથે ગુજરાત સરકારને કંઇ લેવા દેવા ન હોય તેવા ગંભીર આક્ષેપો સાથે બાંધકામ અને સંનલગ્ન સંસ્થાઓ દ્વારા આજે કામ બંધ રાખી વિરોધ વ્યકત કરવામાં આવ્યો છે. અન્ય રાજયોમાં સિમેન્ટ, સ્ટીલ સહિતના બાંધકામ મટ્રીયલના ભાગ કરતા ગુજરાતમાં ખુબ જ વધારે ભાવ લેવામાં આવી રહ્યા હોવાનું પણ આવેદન પત્રમાં જણાવ્યુ છે.
બાંધકામ વ્યવસાયકારો દ્વારા તેમના પ્રોજેકટ્સ ઉપર ચાલી રહેલ કામગીરી હવે ધીરે-ધીરે સામાન્ય થવાતરફ જઇ રહી હતી. સ્ટીલ અનેસિમેન્ટ કંપનીઓ દ્વારા કાર્ટેલ કરીને કોઇ જ વ્યાજબી કારણ વગર અચાનક ભાવ વધારો કરેલ છે તેમજ શોર્ટ સપ્લાય પણ કરેલ છે. વધુમાં ડામર, ડીઝલતથા અન્ય મટીરીયલ્સનાભાવોમાં પણ અસહ્ય વધારો થઇ ગયેલ છે. જેના પરિણામે બાંધકામ ખર્ચમાં ખુબ જ વધારો થયેલ છે અને રો મટીરીયલની ખેંચના લીધે વિકાસની ગતિ પણ ધીમી પડવાથી રાજયનો વિકાસ રૂંચાઇ રહેલ છે. તેની સીધી અસર આ વ્યવસાય ઉપર નભતા કરોડો નાગરિકોના પરિવારોને તેમજ બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલ ૨૫૦થી વધુ ઇન્ડસ્ટીઝને થઇ રહેલ છે. જેના પરિણામે રાજયમાં બેકારીનું પ્રમાણ વધવાથી અનેક સમસ્યાઓ સર્જાય તેવી ભીતિ છે.
ગુજરાત રાજયમાં સિમેન્ટ અન્ય રાજ્યોની સરખામણીમાં મોધા ભાવે પ્રાપ્ત થાય છે. આ અંગે સરકાર દ્વારા ગુજરાતમાં સિમેન્ટ ઉત્પાદન કરતી કંપનીઓ ઉપર કડક પગલા લેવામાં આવે તે જરૂરી છે. આથી સિમેન્ટ અને સ્ટીલનાભાવો માટે સરકાર દ્વારા અન્ય સેકટરના નિયમન માટે કરેલ રેગ્યુલેટરી ઓથોરીટીની જેમ તાકીદે એક અગલ રેગ્યુલેટરીની રચના કરવી જોઇએ.
રાજયમાં બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રકચનને લગતા વિકાસ કામો ઝડપથી પુરા કરી વડાપ્રધાનના હાઉસીંગ ફોર ઓલ અને એફોર્ડેબલ હાઉસિંગના સ્વપ્નને સાકાર કરવામાં અને નાગરિકોને સમયસર આવાસોની પૂર્તતા કરવામાં અમો આપના સહભાગી બની શકીએ. તેમ રાજકોટ બિલ્ડર્સ એસો. દ્વારા કલેકટરને લેખીત રજૂઆત કરવામાં આવી છે.
૩૫૦ સાઇટ આજે સજ્જડ બંધ: પરેશ ગજેરા
રાજકોટ બિલ્ડર એસોના પ્રમુખ પરેશભાઈ ગજેરાએ જણાવ્યું કે સિમેન્ટ અને સ્ટીલની કંપનીના અસહ્ય ભાવ વધારા સામે રાજકોટ શહેરના આશરે ૩૦૦ જેટલા બિલ્ડર્સ જોડાયા હતા. એક દિવસીય હડતાળને કારણે રાજકોટ શહેરના આશરે ૩૫૦ જેટલી ક્ધસ્ટ્રકશન સાઇટ્સ બંધ રહી છે.
રો- મટીરીયલના ભાવ વધારાને પગલે બિલ્ડરો પણ પ્રોજેકટના ભાવ વધારવા મજબૂર બન્યા : દિલીપ લાડાણી
રાજકોટ બિલ્ડર એસો.ના ઉપપ્રમુખ દિલીપભાઈ લાડાણીએ જણાવ્યું કે રો મટીરીયલ્સના વધતા જતા ભાવોને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઘરના ઘરનું એફોર્ડબલ હાઉસિંગનું સ્વપ્ન પણ અનએફોર્ડબલ બની રહ્યું છે. વધતા રો મટીરીયલ્સના ભાવને કારણે બિલ્ડરો પણ પ્રોજેક્ટ્સના ભાવ વધારવા મજબૂર બન્યા છે.