બાંધકામ ઉદ્યોગોમાં વ્યાપક લાલીયા વાળી, અડધો લાખથી વધુ બિલ્ડરો આડેધડ કરે છે ધંધો.
ગુજરાતની આર.ઓ.સી. સાથે જોડાયેલી તમામ ૧૨૭૮ કંપનીઓ પાન વગર જ બાંધકામનો ધંધો કરે છે.
દેશની કરોડરજજુ અને ર૧મી સદીના ભારતનું નિમાર્ણ જેના શીરે છે તેવા બાંધકામ ઉઘોગમાં જ વ્યાપક પ્રમાણમાં લાલીયાવાળી ચાલતી હોવાનો ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે.
દેશના બાંધકામ ક્ષેત્રે હાથ ધરવામાં આવેલ એક સર્વેમાં ભારતના ૧ર મુજબ રાજયોમાં કુલ બિલ્ડરોના ૯૫ ટકા ગણાય એટલા ૫૪.૫૭૮ ડેવલોપર બિલ્ડરો અને રિયલ એસ્ટેટના એજન્ટો રજીસ્ટર ઓફ કયુનીઝ, આરઓસી સાથે જોડાયેલા છે. પરંતુ કોઇપણ પ્રકારના નિયમોનું પાલન કરતાં નથી.
પાન નંબર અને આવકવેરા વિભાગની સઘન તપાસ શકય ન બને તેવી રીતે આવા બિલ્ડર્સ અને એસ્ટેટ એજન્ટ કોઇપણ પ્રકારના નિયમોનું પાલન કરતા નથી. સંસદમાં રજુ થયેલા અહેવાલ મુજબ દેશમાં એકપણ એવો બિલડર કે રિયલ એસ્ટેટ એજન્ટ નથી કે જેની પાસે પાનનંબર હોય,
પશ્ર્ચિમ બંગળામાં જ ૨૦,૮૯૩ કંપનીઓ આર.ઓ.સી.માં નોંધાઇ છે. તેમની પાસે પાનનંબર નથી. યુ.પી.માં આજ રીતે પાન નંબર ૭,૮૪૯ કંપનીઓ કામ કરે છે.
આ ઉપરાંત એકપણ કંપનીએ પાન રજીસ્ટર ન કરાવ્યા હોય તેવા રાજયોમાં બિહાર, ગુજરાત, ઓરિસ્સા, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં મોટો ભાગની કંપનીઓ આવકવેરાના કોઇપણ નિયમો પાડતી નથી.
દેશનો મોટાભાગનો બાંધકામ ઉઘોગ આડેધડ, લોલમ લોલ અને કોઇપણ પ્રકારના નિયમોનું પાલન કર્યા વગર ચાલતું હોવાનું બહાર આવ્યું છે.
દેશમાં મોટા પ્રમાણમાં બિલ્ડરો ઘર ખરીદનારાઓના પૈસા અને રોકાણકારોની મૂડી અધરોઅઘ્ધર પીળે પાને જ કમાઇ લે છે. એક સંશોધનમાં સુપ્રિમ કોર્ટે મોટા ગજાના બિલ્ડરે ગ્રાહકોના ત્રણ હજાર કરોડ રૂપિયા અન્ય પ્રોજેકટમાં રોકી દીધા હોવાનું ફોડ પાડયું હતું. આમ્રપાલી બિલ્ડીંગ કંપનીનું આ કાંડ નજરે આવ્યું હતું.
જયપી ઇમ્ફ્રાસ્ટેક નામની નાદાર થયેલી પેઢી સાત વરસ સુધી હજુ રોકાણકારોના કરોડો રૂપિયા લઇને ત્રી હજાર મકાનો આપવામાં નાદાર નિવડી છે.
દેશના કુલ બિલ્ડરોમાં ૫૪,૫૭૮ નોંધાયેલી રીયલ એસ્ટેટ કંપનીઓમાં ૫૧,૬૭૦ કંપનીઓ પાનકાર્ડ વગર જ ધમ ધમે છે કેગએ આ અંગે તપાસ શરુ કરી છે.
એસ્ટેટ કંપનીઓને કર માળખામાં આવરી લેવાની પ્રક્રિયા ખુબ જ કપરુ કામ બની ગઇ છે. આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં પાનમાં નોંધાયેલી ૧૪૭ કંપનીઓની યાદી કરવામાં આવી છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તમામ પ્રકારના બિલ્ડરો, ડેપલોપરો, એજન્ટોને કર પાત્ર વ્યવસાય તરીકે ઇન્કમટેક્ષની નોંધણી ફરજીયાત કરવાની હોય છે. પરંતુ રિયલ એસ્ટેટ ક્ષેત્રના નિયમોની અમલવારી પર કોઇ ઘ્યાન દેતું જ નથી.
સંસદમાં રજુ થયેલા અહેવાલમાં જણાવાયું છે કે પાન કાર્ડ અને કરમાળખાની બહારની આવી કંપનીઓ પાસે કોઇ વ્યવસ્થિત આંતર માળખાકીય સુવિધા હોતી નથી. આઇ.ટી. વિભાગે રજીસ્ટ્રર કંપનીઓની પાન કાર્ડની માહીતી અને નિયમિત ઇકાઇલીંગ કરાવવા માટે સજાગ રહેવું પડે. પાનવગર ચાલતી આવી કંપનીઓના કારણે સરકારને ટેક્ષની આવકની બહુ મોટી ખોટ જાય છે. આર.ઓ.સી. સાથે જોડાયેલી કંપનીઓ પાસે પાન ન હોવાની આ બેદરકારી અંગે કોઇ જવાબદારી લેવા તૈયાર નથી.
પાન કાર્ડ વગર ધમધમતી રિયલ એસ્ટેટ કં૫નીઓના કારણે સરકારને ટેક્ષની આવકની તો ખાટે જાય છે. તેની સાથે સાથે ગ્રાહકો સાથે થતી છેતરપીંડી નિયમ વિરોધના બાંધકામો સામે કામગીરી કરવા માટે પણ સરકારના હાથ ટુંકા પડે છે. ૮૪૦ થી વધુ પાન ધરાવતી કંપનીઓ નિયમિત કર માટે ફરજ પાડવામાં આવી હતી. જેમાં ૧૫૯ કંપનીઓ એ રિટર્ન ફાઇલ ન કરતાં તેમને કરવેરા શાખા દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. આ ૧૫૯ કંપનીઓ પાસે ઇફાલીંગ માટેની કોઇ વ્યવસ્થા જ ન હતી.
દેશનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર આવક વેરાની ભરપાઇ માટે ઘણી ધોરી વગરનું હોય તેવું બહાર આવ્યું છે. કગનો અહેવાલમાં પાનકાર્ડ વગર ધમધમતી કંપનીઓ ધરાવતા રાજયોમાં તમામ કંપનીઓ પાનકાર્ડ વગર ચાલતી હોય તેવા રાજયોમાં બિહારની ૪૫૪, ગુજરાતની ૧૨૭૮, ઓરિસ્સા ની ૧૩૧૨૩, રાજસ્થાનની ૧૪૩૯ ઉત્તરાખંડ ની ૧૦૭, ઉત્તરપ્રદેશની ૭૮૪૯, અને પશ્ર્ચિમ બંગાળની ૨૦,૮૯૩ કંપનીઓ પાન કાર્ડ વગર ધમધમે છે. ગુજરાતમાં આરઓસી સાથે જોડાયેલી ૧૨૭૮ કંપનીઓમાંથી કોઇ પાસે પાન કાર્ડ નથી.