- ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી રેગ્યુલેશન્સના નવા નિયમો 1 જાન્યુઆરીથી થશે લાગુ
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) એ ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી રેગ્યુલેશન્સ, 2024 રજૂ કર્યા છે, જેનો હેતુ ડેવલપર્સ માટે પ્રોજેક્ટ પ્રોગ્રેસ રિપોર્ટિંગ સિસ્ટમને સરળ બનાવવાનો છે. જેમાં કરાયેલા સુધારાઓ, જે 1 જાન્યુઆરી, 2025 થી અમલમાં આવશે.
“ડેવલપર્સે દર ક્વાર્ટરમાં પ્રોજેક્ટની પ્રગતિ વિશે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, આર્કિટેક્ટ્સ અને એન્જિનિયરો પાસેથી પ્રમાણપત્રો આપવા જરૂરી છે. તેઓને આ પ્રમાણપત્રો મેળવવામાં વિલંબનો સામનો કરવો પડે છે કારણ કે ક્ધસલ્ટન્ટની ખૂબ જ માંગ છે,” ગુજરેરાના સૂત્રોએ જણાવ્યું હતું કે અમે 1 જાન્યુઆરીથી નિયમોને સરળ બનાવવાનું નક્કી કર્યું છે અને પ્રમાણપત્ર વિના કયુપીપીઆર જાતે સબમિટ કરી શકાશે.” સુધારા નવા રજૂ કરાયેલ ફોર્મ 8 માં કયુપીપીઆર સબમિટ કરવાનું ફરજિયાત બનાવે છે. જેને ગુજરાત રેરા પોર્ટલ પર કયુપીપીઆર અપડેટ કરવા માટે ફોર્મ 1, 2 અને 3 જરૂરી છે. જો કે, ડેવલપર્સે રેરા બેંક ખાતામાંથી ભંડોળ ઉપાડવા માટે જરૂરી પ્રમાણપત્રો સબમિટ કરવા પડશે.
ફોર્મ 8 પ્રોજેક્ટની પ્રગતિને ટ્રેક કરવા માટે વિગતવાર માળખું પ્રદાન કરે છે, જેમાં ભૌતિક વિકાસ, નાણાકીય અપડેટ્સ અને વ્યક્તિગત બ્લોક્સ અને સામાન્ય વિસ્તારો માટેના મુખ્ય વિકાસનો સમાવેશ થાય છે. વિકાસકર્તાઓએ આંતરિક અને બાહ્ય વિકાસ કાર્યોના ફોટોગ્રાફ્સ સહિત, બિલ્ડિંગ અને સામાન્ય વિસ્તારોના અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ, પૂર્ણતા સમયરેખા અને પ્રગતિ અહેવાલો જેવી વિગતોની જાણ કરવી જરૂરી છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સુધારો તકનીકી એકીકરણ, મેન્યુઅલ ભૂલો ઘટાડવા અને સ્થિરતા સુનિશ્ચિત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાત રેરા એવા ડેવલપર્સને પણ રાહત આપવા જઈ રહ્યું છે જેઓ અગાઉના ત્રિમાસિક ગાળાના પ્રોગ્રેસ રિપોર્ટ સબમિટ કરવામાં નિષ્ફળ ગયા હોય તેમને લેટ ફી ભરીને સબમિટ કરવાની મંજૂરી આપશે.