પ્રકાશના પર્વ દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરમાં ખરીદીનો માહોલ જામ્યો છે. પ્રકાશ, લાઈટ, રોશનીના તહેવારમાં મહિલાઓ ગૃહ સુશોભનની અનેક ચીજ વસ્તુઓની ખરીદી કરી રહી છે. આ વર્ષ શહેરનાં ધર્મેન્દ્ર રોડ અને સાંગણવાચોક પર વિવિધ પ્રકારની લાઈટ્સ તોરણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

IMG 5567

આ વર્ષે ખાસ કરી શુભલાભ વાળા લેમ્પ ખૂબજ સુંદર લાગી રહ્યા છે. આ સાથે ચાલુ બંધ થતી વિવિધ પ્રકારની સીરીઝ આકર્ષિત કરી રહી છે. આ વર્ષે સીરીઝની સાથે સાથે તોરણો પણ વિવિધ પેટર્નના મળી રહ્યા છે. જેમાં આભલાવાળા, દોરીવાળા અને મોતીના તથા ઉનના તોરણ ખૂબજ સુંદર લાગી રહ્યા છે.

IMG 5556

આ સાથે તોરણમાં પણ લાઈટ અને ડાર્ક કલરનાં તોરણ તેમજ રંગબેરંગી તોરણ, ચકલી પોપટ, હાથી વાળા તોરણ મહિલાઓને આકર્ષી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.