સ્મશાન માટે સરકાર ગેસ વિનામૂલ્યે આપે છે: ડે. મેયર ડો. દર્શિતા શાહની રજૂઆત
રાજકોટ મહાનગરપાલિકા હસ્તક સ્મશાન ગૃહમાં ગેસની ભઠ્ઠી મુકવા મ્યુનિસિપલ કમિશનરને કરતા ડે.મેયર ડો દર્શિતાબેન શાહે રજૂઆત કરી છે.
રજૂઆતમાં તેઓએ જણાવ્યું છે કે, શહેરમાં રહેલ જુદા જુદા સ્મશાન ગૃહોને સંચાલન માટે સોપેલ છે. ગ્રાન્ટ પણ ચુકવામાં આવે છે. તેમજ તેમાં થતા મેન્ટેનન્સનો ખર્ચ તથા લાઈટબીલ ખર્ચ મહાપાલિકા કરતી હોય છે. મવડી, મોટામવા, રામનાથપરા સ્મશાન તથા 80 ફુટના રોડ પર આવેલ સ્મશાન ગૃહમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠી આવેલ છે. રામનાથ સ્મશાનમાં એક ગેસ અને બે ઈલેક્ટ્રીકની ભઠ્ઠી છે. આ ઈલેક્ટ્રીક ભઠ્ઠી બગડતા તેનો ખર્ચ ઘણો વધુ થાય છે. જ
તેથી ઇલેક્ટ્રિક ભઠ્ઠી બંધ રાખવી પડે છે. જેથી શહેરીજનોને હાલાકી ભોગવી પડે છે. ઉક્ત ઇલેક્ટ્રિક ભઠ્ઠીઓ સાથે ગેસની ભઠ્ઠી પણ મુકવામાં આવે તો મેન્ટેનન્સ તથા ઇલેક્ટ્રિક બિલનો ઘણો ફાયદો મહાપાલિકાને થઇ શકે તેમ છે. તેમજ સરકારના નિયમ અનુસાર સ્મશાનની ગેસ ભઠ્ઠી માટે ગેસ વિના મુલ્યે આપવામાં આવે છે. જેથી ઇલેક્ટ્રિક બીલ ભરવાનો ખર્ચ રહેશે નહિ. તેમજ અથવા તો ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે આ સ્મશાન ગૃહની ભઠ્ઠી ચલાવવા આપી દેવામાં આવે તો પણ નાના મોટા પ્રશ્નો નિકાલ સત્વરે થઇ શકે છે. તેમજ આ સ્મશાન ગૃહમાં રહેલ ભઠ્ઠીઓને ચલાવવા અનુભવી અને જાણકાર વ્યક્તિ મળી રહેશે. જેને કારણે મેન્ટેનન્સનો ખર્ચ ઓછો થશે. તો ઉક્ત બાબતો ધ્યાને લઈ ગેસની ભઠ્ઠીઓ સ્મશાન ગૃહમાં મુકવા તેમજ જરૂર જણાયેલ ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે આ સ્મશાન ગૃહની ભઠ્ઠીઓનુ સંચાલન સોપવા રજુઆતમાં જણાવાયું છે.