લાભાર્થીની વાર્ષિક આવક ત્રણ લાખ સુધીની હોવી જોઈએ: પ્રધાનમંત્રી આવાસ યોજનાની માહિતી જન-જન સુધી પહોંચાડવા પાંચમીએ બેંકો અને બિલ્ડરો સો મ્યુનિ.કમિશનરની મીટીંગ
દરેક નાગરિકને ઘરનું ઘર મળી રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના શ‚ કરી છે. જેમાં સમાવવામાં આવેલી ચાર કેટેગરીની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે આગામી પાંચમી મેના રોજ મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની દ્વારા શહેરના બિલ્ડરો, બેંકના અધિકારીઓ અને સામાન્ય લોકો સો એક બેઠક બોલાવવામાં આવી છે. વાર્ષિક ૩ લાખ સુધીની આવક ધરાવતા અને પોતાની માલીકીનો ૩૦ ચો.મી. સુધીનો પ્લોટ ધરાવતા વ્યક્તિને મકાન બાંધવાનો તમામ ખર્ચ રાજય અને કેન્દ્ર સરકાર ઉઠાવશે.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પીપીપી એર્ફોડેબલ હાઉસીંગ ઈન પાર્ટનરશીપ, ક્રેડીટ લીંક સબસીડી અને બેનીફિશ્યરી લેન્ડ ક્ધટ્રકશન એમ કુલ ચાર કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ કેટેગરીની માહિતી અને લાભો લોકો સુધી પહોંચાડવા માટે આગામી પાંચમી તારીખના રોજ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેનીફિશ્યરી લેન્ડ ક્ધટ્રકશન અંતર્ગત જે પરીવારની વાર્ષિક આવક ૩ લાખી ઓછી હોય તેમજ તે લોકોને ૩૦ ચો.મી. એરીયા ધરાવતું મકાન બનાવવું હોય તો જમીનની માલીકીના ચોકકસ આધાર પુરાવા રજૂ કર્યા બાદ મકાન બાંધવા માટે રાજય સરકાર દ્વારા બે લાખ અને કેન્દ્ર સરકાર દ્વારા દોઢ લાખ સહિત કુલ સાડા ત્રણ લાખની સહાય મળવા પાત્ર શે.
મકાન બાંધવા માટે લાર્ભાી પાસે પોતાની માલીકીનો પ્લોટ આવશ્યક છે. જયારે ક્રેડીટ લીંક સબસીડી કેટેગરીમાં ઈડબલ્યુએસ અને એલઆઈજી લાર્ભાીને નવા ઘરની ખરીદી, બાંધકામ પર લીધેલા આવાસના લોનના વ્યાજ પર સબસીડી મળશે. આ યોજનાનો લાભ મેળવવા માટે પતિ અને પત્નીની સંયુકત નામે દસ્તાવેજ કરવાનો રહેશે. જો લાર્ભાીને પત્ની હયાત ન હોય કે અને લગ્ન કરેલા ન હોય તો આવા કેસમાં લાર્ભાીના માતાનું નામ કો-એપ્લીક્ધટ તરીકે સામેલ કરવાનું રહેશે. મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઈએસડબલ્યુ અને એલઆઈજી પ્રકારના ૬ હજાર જેટલા આવાસો બનાવવામાં આવી રહ્યાં છે. જેમાં ૪૩૦૦ આવાસોનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે. જયારે ૧૭૦૦ આવાસોની કામગીરી અંતિમ તબકકામાં ચાલી રહી છે.