જુનાગઢ જીલ્લા કક્ષાના ૭૦માં વન મહોત્સવની ઉજવણી

જૂનાગઢમાં ૭૦માં વનમહોત્સવના દિવસે મહાનુભાવોના હસ્તે યુનિ. કેમ્પસને હરિયાળું બનાવવા કરાયુ વૃક્ષારોપણ. જુનાગઢ ગ્રીન ગુજરાતના નારાને ચરિતાર્થ કરવા દર વર્ષે ગુજરાત રાજયમાં વનમહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આજ રોજ જૂનાગઢ જિલ્લા કક્ષાના ૭૦માં વનમહોત્સવ સામાજિક વનીકરણ વિભાગ ગીરસોમનાથ અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢના સંયુકત ઉપક્રમે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ,ગાંધીનગરના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીના અધ્યક્ષસ્થાને ભકતકવિ નરસિંહ મહેતા યુનિવરસિટી,ખડીયા ખાતે યોજાયો હતો. 

આ તકે ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશ ગ્લોબોલ વોર્મીંગની સમસ્યા સામે ઝઝૂમી રહયો છે. જાગૃત નાગરિક તરીકે આપણે આજ અને આવતી કાલ માટે પર્યાવરણની ચિંતા કરવાની ફરજ આપણી છે.તેમણે જણાવ્યું હતું કે ૧૫ જૂનથી દેશમાં ચોમાસુ બેસે છે પણ હાલમાં આ સાઈકલ આખી  ડીસ્ટર્બ થઈ ચૂકી છે. ગુજરાત સરકાર ૭૦ વર્ષ થી વનમહોત્સવ દ્રારા વૃક્ષારોપણ,તેના જતન,સંવર્ધન અને ગ્રીનકવરની પ્રવૃતિને ઉતેજન આપવા અનેકવિધ પ્રયાસો હાથ ધરી રહી છે. ગુજરાત સરકારે વર્ષમાં ૧૦કરોડ વૃક્ષારોપણ,તેના જતન અને સંવર્ધનનો લક્ષ્યાકં રાખ્યો છે.બાળઉછેર જેટલી જ ચિંતા આપણે વૃક્ષની કરી સમગ્ર દેશમાં  ગુજરાતને વનઆછાદીત ક્ષેત્રે યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. આ તકે  જૂનાગઢ નાયબવનસંરક્ષક ડો.સુનીલ બેરવાલે જણાવ્યું હતું કે, સામાજિકવનીકરણ યોજના હેઠળ ડીસીપી નર્સરી, રોપા વિતરણ,વાડીખાતા જેવી યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી. જૂનાગઢ મુખ્યવનસંરક્ષક એસ કે વાસ્તવે વૃક્ષ વાવેતર તથા સરકાર દ્રારા  કાર્યરત વિકેન્દ્રીય યોજના, અને નર્સરી દ્રારા રોજગારી મેળવવા તથા પર્યાવરણના જતનમાં બહેનોને ભાગીદારી વધારવા અનુરોધ કર્યો હતો.

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવરસિટીના  કુલપતિ સી એન ત્રીવેદીએ વૃક્ષોના જતન થકી દેશમાં યોગદાન આપવા જણાવ્યું હતુ.દરેક વિધાર્થી વાલી બને અને એક બાળ એક ઝાડના નારાને ચરિતાર્થ કરવા અનુરોધ કર્યો હતો. આ તકે સ્વાગત  રેન્જ ફોરેસ્ટ ઓફિસર જૂનાગઢ  બી જે ઝાલા એ  કર્યુ હતું. આજ રોજ ૫૦૦૦ વૃક્ષોનું વાવેતર કરનાર તથા અન્ય વિકેદ્રીત નર્સરીના લાભાર્થીઓને ચેક અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ અને વુક્ષ રથને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ તકે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ સેજાભાઈ કરમટા, ,કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ,ભેસાંણ અને વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રિબડિયા,માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાજા,જૂનાગઢ કલેકટર ડો.સૈારભ પારઘી, ,જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણચૈાધઆસી. કલેકટર  અક્ષય બુડાણિયા,  સામજિક વનીકરણ રેન્જ ફોરેસ્ટ ઓફીસર સી જી દાફડા , રેન્જ ફોરેસ્ટ ઓફીસર ઉતર રેન્જ બી એમ આંબલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ,એસડીએમ રાવલ,ડેપ્યુટી ડીડીઓ  પલ્લવીબેન બારૈયા, જિલ્લા શિક્ષાધિકારી  નૈષધ મકવાણા, પ્રાથમિક શિક્ષણાધિાકરી  પટેલ,આઈસીડીએસ ઓફીસર શારદાબેન દેસાઈ સહિતના ઉપસ્થિત રહયા હતા. અંતે આભાર વિધિ જિલ્લા મહિલા અને બાળ અધિકારી  જે બી  જસાણી દ્રારા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.