ધંધાર્થી મિત્ર સાથે પૈસાની અને પત્નીની છેડતીના ઝઘડાનું પિતાએ સમાધાન કરી લેતા પગલુ ભર્યું
મુળ બગસરાના વતની અને રાજકોટમાં રૈયાધાર પાસે રાણીમાં ‚ડીમાં ચોકમાં મોટાભાઈના ઘરે આવેલા યુવકને ધંધાર્થી મિત્ર સાથે પૈસાની અને પત્નીની છેડતીના પ્રશ્ર્ને પિતાએ કરેલા સમાધાનથી માઠુ લાગી જતા ઝેરી દવા ગટગટાવી લીધી હતી. યુવકને બેશુઘ્ધ હાલતમાં સારવારમાં દાખલ કરાયો છે. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ બગસરાના વતની અને નિવૃત એએસઆઈ મેઘજીભાઈ શેખવાના પુત્ર હરેશ મેઘજીભાઈ શેખવા નામના ૩૮ વર્ષના વિપ્ર યુવકે રાજકોટમાં રહેતા મોટાભાઈ રમેશભાઈના ઘરે ઝેરી દવા પી લેતા તેને બેશુઘ્ધ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાથમિક પુછતાછમાં હરેશ શેખવાને બગસરામાં રહેતા ધંધાર્થી મિત્ર સાથે પૈસાની પ્રશ્ર્ને અદાવત ચાલી હતી. ધંધાથી મિત્રએ પાંચેક દિવસ પહેલા હરેશ શેખવાની પત્નીની છેડતી કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ તે રાજકોટમાં રૈયા રોડ પર રાણીમાં ‚ડીમાં ચોકમાં રહેતા મોટાભાઈ રમેશભાઈના ઘરે આવ્યો હતો. પિતાએ હરેશના ધંધાર્થી મિત્ર સાથે સમાધાન કરી લેતા હરેશને તે બાબતનું માઠુ લાગી જતા આપઘાતનો પ્રયાસ કર્યાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.